Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઓવરટેક કરવા જતા ટેમ્પાની પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો, એકનું મોત

Share

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના સુંઢા વણસોલ ગામની સીમમાં શનિવારે રાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં  આગળ જતાં બીજા ટેમ્પાને ઓવરટેક કરવા જતા ટેમ્પાની પાછળના ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ઓવરટેક કરવા જતા ટેમ્પાના ચાલકનું બનાવના સ્થળે મોત નિપજયુ હતુ.

સાબરકાંઠા જિલ્લાના વક્તાપૂરમાં રહેતા પ્રતાપસિંહ ઝાલા તેના ટેમ્પામાં એલ્યુમિનિયમના તપેલા ભરી વલસાડ ખાલી કરવા જઈ રહ્યા હતા. દરમિયાન શનિવારે રાત્રે  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના વણસોલ સુંઢા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પાછળ આવતા એક અન્ય ટેમ્પો ચાલકે પ્રતાપસિંહના ટેમ્પાને ઓવરટેક કરવા જતા ટેમ્પાના પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા ટેમ્પો ચાલકને શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયુ હતુ. ત્યારબાદ મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને મોકલાયો  હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પાના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પોલીસે ડી.પી. ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડયો.

ProudOfGujarat

સુરતની આયુર્વેદ શાખા સંચાલી આયુષ પ્રકલ્પ નો જોળવા ગામ ખાતે પ્રારંભ થયો હતો.

ProudOfGujarat

વલસાડ સિટી પોલીસનું કાયદાનું પાલનના કરનાર પર સ્વચ્છતા અભિયાન ,લોકોના રક્ષણમાટે વલસાડ સિટી પોલીસબની દુઃખીયાની બેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!