Proud of Gujarat
FeaturedGujaratINDIA

નોકરી અપાવવાના બહાને લીંબાસીનાં યુવક સાથે ત્રણ શખ્સોએ રૂ ૧.૭૪ લાખની છેતરપિંડી કરી

Share

લીંબાસી રહેતા યુવક સાથે ત્રણ અજાણ્યા શખ્સોએ ખેડાની ખાનગી બેંકમાં ડેટા એન્ટ્રીની નોકરી અપાવવાના બહાને રૂ ૧.૭૪ લાખની છેતરપિંડી કરી છે. અજાણ્યા શખ્સોએ યુવક પાસેથી રજીસ્ટ્રેશન, ટ્રેનિંગ અને સિક્યુરીટીના નામે બહાના બનાવી પૈસા પડાવ્યા હતા. યુવકને નોકરી અંગે કોઈ જવાબ ન મળતા સંપર્ક કરતા મોબાઈલ બંધ આવતા યુવકને તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ બનાવ અંગે લિંબાસી પોલીસે ગુનો નોંધ્યો છે.

લીંબાસી સરકારી દવાખાના સામે રહેતા ૨૧ વર્ષીય યુવક ગામમાં છેલ્લા પાંચ વર્ષથી એક પેઢી નામું લખે છે. ૯ જૂનના રોજ યુવકને એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હુ નોકરી ડોટ કોમમાંથી બોલુ છુ અને તેણે પોતાનુ નામ ખુશી જણાવી કહ્યું  કે ખેડામાં આવેલ એક ખાનગી બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી મળે છે. તમારે નોકરી લેવી હોય તો રજીસ્ટ્રેશન કરવુ પડશે. રજીસ્ટ્રેશન, ટ્રેનિંગ અને સિક્યુરીટી સહિત અલગ અલગ બહાને યુવાન પાસેથી ચાર દિવસમાં કુલ રૂ ૧.૭૪ લાખ ભરાવ્યા ત્યારબાદ યુવકને નોકરી અંગે કોઈ સમાચાર ન મળતા સંપર્ક કરતા અજાણ્યા શખ્સોના મોબાઇલ નંબર બંધ આવતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ બનાવ અંગે લિંબાસી પોલીસે ત્રણ અજાણ્યા મોબાઇલ ધારકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Advertisement

Share

Related posts

આણંદ પાસે અંગાડી સ્ટેશને ટ્રેન રોકી લૂંટ કરનાર 2 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વર- નગરપાલિકાના પ્રમુખ ના પોતાના ઓરડામાં જ રોડ રસ્તા ની હાલત ખરાબ, સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે રસ્તો બનાવવાની માંગ..

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણી પહેલા જ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ શરૂ, વાગરા તાલુકામાં એક બાદ એક પડયા રાજીનામા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!