કપડવંજ શહેરની યુવતીના લગ્ન આણંદના પાધરીયા ગામે રહેતા યુવાન સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. લગ્નના ૬ માસના ટુંકા ગાળામાં જ પરિણીતાને તેના સાસરીયાઓ ઘરકામ બાબતે ત્રાસ આપવા લાગ્યા પતિ નાની-નાની વાતોમાં વાંધા વચકા કાઢી ત્રાસ આપતા હતા. ગત ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ પતિ -પત્ની વચ્ચે હાથાપાઈ અને ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન આક્રોશમાં આવેલા પતિએ હાથમાંની છરી ઝપાઝપી સમયે પરિણીતાને વાગી ગઈ હતી. ત્યારબાદ આ મામલો આણંદ મહિલા પોલીસ સુધી પહોચ્યો હતો. છેવટે બન્ને પક્ષ વચ્ચે સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો. થોડા દિવસ પીડીતાને સાસરીના લોકોએ સારી રીતે રાખી હતી અને વળી પાછી તકરાર શરુ કરી હતી. જેમાં પતિ, સાસુ, સસરા અને નણંદ ‘તને સંતાન થવાના નથી’ તેમ કહી અપમાનીત કરતા હતા. આમ છતાં પીડીતા સહન કરી રહેતી હતી અને સતત સાસુ, સસરા અને નણંદ પીડીતાના પતિને કાન ભંભેરણી કરી ઉશ્કેરતા હોય પતિએ પણ પીડીતાને જણાવી દીધુ કે, ‘મારે તને રાખવી નથી. ગત ૨ જુલાઈના રોજ ઝઘડો એટલી હદે વધી ગયો કે, પીડીતાના પીયરપક્ષના લોકોને રાત્રે દોટ મુકવી પડી હતી. આ સમયે પતિએ કહેલ કે, ‘તું બે લાખ રૂપિયા લઈને આવજે નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી આ સમગ્ર બનાવ મામલે પીડીતાએ કપડવંજ ટાઉન પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.
કપડવંજ શહેરની પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં નોંધાઈ પોલીસ ફરિયાદ
Advertisement