Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જવાહરનગર વિસ્તારમાં મકાનની બારીના કાચ તોડી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

Share

નડિયાદના જવાહરનગર વિસ્તારમાં આવેલ બંગલામાં તસ્કરો ત્રાટકયા છે. બંધ મકાનની બારીના કાચ તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા ૧૧ લાખ અને અમેરીકન ડોલર મળી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા. પરિવારના સભ્યો પંજાબ અમૃતસર ખાતે સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયા હતા અને તસ્કરોએ બંગલામાં ચોરી કરી લાખોની મત્તાના મુદ્દામાલની ચોરી કરી છે. નડિયાદ ટાઉન પોલીસમાં ફરીયાદ નોધાઈ છે.

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં મેડીકલ સ્ટોરની પાછળ  દિપ બંગ્લોઝમા ભગવાનદાસ મોટવાણી રહે છે. તેઓની દિકરી જુન માસમાં નોર્થ અમેરિકાથી ઈન્ડિયા વતનમાં આવી હતી. ૪ જુલાઈના રોજ ભગવાનદાસ તેમની પત્ની અને દિકરી મકાન બંધ કરી પંજાબના અમૃતસર સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયા હતા. ભગવાનદાસનો દિકરો પ્રદિપભાઈ જે નડિયાદ ખોડીયાર ગરનાળા પાસે અલગ જગ્યાએ રહે છે તે ૬ જુલાઇના રોજ ઉપરોક્ત જવાહરનગરના બંગલે કામ અર્થે આવ્યા હતા. ત્યારે ઘરની અંદર બેડરૂમનો સરસામાન વેરવિખેર  હતો અને બેડરૂમની બારીનો કાચ તૂટેલ  હતો આ જોઈ ચોકી ગયા હતા. ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓએ ઘરમાં તપાસ કરતાં લાકડાના કબાટની અંદર દિવાલમાં ફીટ કરેલ લોખંડનું લોકર તૂટેલી હાલતમાં હતું. બીજા બેડરૂમમાં પણ સમાન વેરવિખેર અને કબાટ ખુલ્લા હતા. પ્રદિપભાઈએ તુરંત પોતાના પિતાને જાણ કરી  અને તેમા શુ મુકેલ હતું તે પુછતા  મકાન વેચાણના રોકડ રૂપિયા ૧૧ લાખ અને અમેરીકન ડોલર મળી કુલ રૂપિયા ૧૩ લાખ ૪૦ હજાર હતા, આ ઉપરાંત સોનાના દાગીના જોકે પરિવાર હાલ અમૃતસર હોવાથી આ બાબતે પ્રદિપભાઈને જાણકારી ન હોવાને પગલે પ્રાથમિક તબક્કે રૂપિયા ૧૩.૪૦ લાખના મત્તાના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસમાં નોધાઈ છે.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ.

ProudOfGujarat

અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું સક્રિય, ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતીમાં *જનમંચ* કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!