Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુધા પો.સ્ટે. વિસ્તારમાં દુધના ટેન્કરોમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

Share

નડિયાદ એલસીબી પોલીસ તથા એલ.સી.બી સ્ટાફ સાથે મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન મહુધા ઉંદરા ભાગોળ પાસે આવતા બાતમી  આધારે એક દુધ વાહન ટાટા ટેન્કર નં.GJ-18-AT-9517 ની કઠલાલ થઇ મહુધા થઇ મહેમદાવાદ તરફ જનાર હોય જે દુધના ટેન્કરમાં ભારતીય બનાવટનો  વિદેશી દારૂ સંતાડી રાખી આવનાર છે.

બાતમી આધારે ટાટા ટેન્કરની વોચમાં હતા જે મહુધા, મહેમદાવાદ રોડ ઉપર સી.એન.જી.પેટ્રોલપંપ આગળ આવી ઉભા હતા તે દરમ્યાન ઉપરોક્ત નંબરવાળી દુધ ટેન્કરને મહુધા ટી પોઇન્ટ ખાતેથી આવતા જેને રોકીને  ડ્રાઇવરને ટેન્કરમાંથી નીચે ઉતારી પુછતા કરતાં ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ગુપ્ત ખાનુ બનાવી છુપાવી રાખેલ હોવાની હકીકત જણાવતા ટેન્કરના ચાલકનું નામઠામ પુછતા જેણે પોતાનું નામ માંગીલાલ રૂગ્નાથરામ બિશ્નોઇ (ઢાકા) રહે.મેઢા,મેઢા ઢાણી, પોસ્ટ જાનવી પોલીસ સ્ટેશન ચીતલવાના તા.ચીતલવાના જીઝાલોર રાજસ્થાન ના કબ્જા ભોગવટાના ટાટા દુધ ટેન્કરમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની મોટી બોટલ નંગ-૬૦૨૨ જેની કિ.રૂ.૩૦ લાખ ૧૧ હજાર તથા રોકડા રૂપિયા તથા એક મોબાઇલફોન અને ટાટા ટેન્કર મળી કુલ. રૂ.૪૦ લાખ ૧૩ હજાર ૫૦૦ નો  મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી  મુદ્દામાલ મોકલનાર રઘુનાથરામ ગોકલારામ બિશ્નોઇ (ગોદારા) રહે.સરનાઉ રાજસ્થાન તથા ટાટા ટેન્કરના માલીક ભુપતભાઇ વસાજી ડાભી રહે.વાસણકુડા, પ્રાથમિકશાળા બનાસકાંઠા ઉપર નહિ મળી આવી તથા મળી આવેલ માંગીલાલ રૂગ્નાથરામ બિશ્નોઇ (ઢાકા) રહે. ઝાલોર રાજસ્થાન આરોપીઓ વિરુદ્ધ મહુધા પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

રાજસ્થાનના સાયરા ગામે બનેલ ઘટનાના સંદર્ભે તાપી જિલ્લા ભારતીય બહુજન કલ્યાણ સમિતી દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

તમને ખબર મમ્મી..? આજે અમારી સ્કૂલે એસ.પી મેડમ આવ્યા હતા…નાના ભુલકાઓ વચ્ચે ભરૂચના એસ.પી.ડો લીના પાટીલનો હળવો અંદાજ..!

ProudOfGujarat

ભરૂચ પંથકમાં હોળી -ધુળેટીનો પર્વ ઉલ્લાસ ભેર ઉજવાયો…ભરૂચ પંથકમાં તહેવારના ઉમંગનો કર્ફ્યુ …દુકાનો બંધ …રીક્ષા બંધ …વાહનો બંધ …માત્ર ધુળેટીના રસિયાઓ ઠેર-ઠેર …રંગ બરસે …નદીના પાણી જોઈ નિરાશા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!