Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજાયો

Share

કઠલાલ શહેરમાં આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે આજરોજ અખિલ ભારતીય સંત સમિતિ દ્વવારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કઠલાલ શહેર અને તાલુકાના ૭૦૦ થી વધુ કાર્યકરો જોડાયા હતા. આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના પદ નિયુક્તિ કાર્યક્રમમાં પરમ પૂજ્ય નૌતમ સ્વામીજી. અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ વડતાલ ધામ. પરમ પૂજ્ય અવિચલ દાસજી રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ પરમ પૂજ્ય નિવાસદાસજી મહારાજ. પરમ પૂજ્ય રામેશ્વરદાસજી મહારાજ પૂજ્ય મહંતશ્રી  અનિરુદ્ધગિરી મહારાજ આ તમામ સંતોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી ગુજરાત વીડિયોના માધ્યમથી જોડાયા હતા.

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ, મહિલા મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ ધર્મ સેના કઠલાલ શહેર અને તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરત : ૭૫ થી વધુ વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી રાજપરા-વાંકલ એસ.ટી રૂટ શરૂ નહીં કરાતા આંદોલનના એંધાણ.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં નગરપાલિકાના લગતા વિવિઘ પ્રશ્નો રજુઆત કર્યા બાદ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં યુવા શક્તિ ગૃપ ના સભ્યો એ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ આંદોલન..

ProudOfGujarat

આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!