Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરાઇ

Share

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે સોમવારના રોજ ગુરૂપૂર્ણિમાની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે. ગુરુગાદીના મંદિરોમાં સવારથી જ ભીડ જોવા મળી રહી છે. જિલ્લામા આવેલા મહત્વના ત્રણ તીર્થ સ્થાનો પર ભક્તોનુ વહેલી સવારથીજ દર્શન કરવા ઉમટ્યું છે. ગાદીપતિના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે.

અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા આ દિવસે વિશિષ્ટ મહિમા હોય છે. ખાસ કરીને ગુરુ મંદિરોમા ભક્તો દર્શન કરવા આવે છે. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના દરબારમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ડાકોરમાં પૂનમના દર્શને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જગતનો નાથ અને કૃષ્ણ વંદે જગતગુરુ પણ ડાકોરમાં બિરાજમાન છે માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આજે આવી પહોંચે છે.

નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં  પાદુકા પૂજન અને પૂજ્ય રામદાસજી મહારાજના દિવ્ય આર્શીવાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી છે. સાથે સાથે પ્રસાદરૂપી કંઠી ગ્રહણ કરી ભક્તોએ ગુરૂ પૂજનના આ મહિમાની ઉજવણી કરી છે. સવારે પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય તીર્થધામ વડતાલમાં પણ ગુરુપૂર્ણિમાની ભવ્યતીભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. પરમ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો વડતાલમાં ઉમટ્યા છે આચાર્ય મહારાજના દર્શન કરી તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત શહેરના માઈ મંદિર, અંબા આશ્રમ, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા ખાતે ભાજપનાં નવા જીલ્લા પ્રમુખનાં સન્માનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો.

ProudOfGujarat

વલસાડ : પ્રફુલભાઈ શુકલની 816 મી ભાગવત કથામાં આજે નૃસિંહ પ્રાગટય ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સિંધી સમાજના બહેનો માટે ફ્રૂટ સરબત બનાવવા માટેની તાલીમ શિબિર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!