નદીયાદના જવાહર નગર ઝુલેલાલ સોસાયટીમાં રહેતી ૩૫ વર્ષીય પરિણીતાના લગ્ન ૨૦૧૭ માં તામિલનાડુના પ્રસન્ના ગોવિંદન નાયડુ (રહે.૭, વિશાલ જગદીશ એપાર્ટમેન્ટ, વી.પી. રાથનાસમય નાદર મદુરાઈ રોડ, તામિલનાડુ) સાથે થયા હતા. લગ્ન બાદ અમેરીકા જવાની વિઝા માટે એપ્લાય કરયા હતાં જેની પ્રોસેસની કામગીરી ચાલતી હતી તે દરમિયાન પતિ રાત્રીના ત્રણેક વાગે ફોન પર રીયા નામની છોકરી સાથે વાતચીત કરતા હોય પત્નિએ પુછતાછ કરતાં પોતાને પ્રેમસંબંધ હોવાનું જણાવી ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ બંનેને વિઝા મળતા અમેરીકા ગયા ત્યાં પણ રીયાના મેસેજ આવતા હતા પત્નિએ ઠપકો આપ્યો હતો જેથી પતિએ મારઝુડ કરી હતી. પતિ દારુ પીને નાની નાની બાબતોમાં ઝઘડા કરતાં હતા. ૨૦૧૮માં જમવાનું બનાવતી હતી તે વખતે રીયાનો મેસેજ આવતા પત્નિ મેસેજ જોઈ જતા પતિએ પત્નીને દિવાલમાં માથું પછાડી માર માર્યો હતો. પોલીસે બે દિવસ માટે જેલમાં પુરી દીધો હતો. ત્યારબાદ સાસુ પણ અમેરીકા રહેવા આવી ગયા હતા.આ બંને જણા નાની નાની બાબતોમાં શારિરીક માનસિક ત્રાસ ગુજારતા હતા તેથી પરિણીતાએ ઘર છોડી દીધું હતું. અને અન્ય ઠેકાણે રહીને નોકરી કરી ચાર વર્ષ અલગ રહી હતી. પતિને વિદેશમાં કાઢી મુકતા ઈન્ડિયા આવીન ગયા હતા અને પરિણીતાના માતા પિતાને સમજાવી સમાધાન કરીને સાથે રહેતા હતા. ત્યારબાદ બંને જાપાન ગયા. ત્યાં પણ પતિએ વાળ ખેંચીને પરિણીતાને મારતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. આખરે ત્રાસ સહન ન થતાં પરિણીતા ઈન્ડિયન એમ્બેસીની મદદથી ઈન્ડિયા પરત આવી હતી, અને આ મામલે પતિ પ્રસન્ના નાયડુ તથા સાસુ આનંદાનયાગી નાયડુ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી છે.
નડિયાદની પરિણીતાને વિદેશમાં ત્રાસ આપતા ફરીયાદ નોંધાઈ
Advertisement