Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલમાં દેવ શયની (દેવપોઢી) એકાદશીએ ૧ર કલાકની અખંડ ધૂન યોજાઈ.

Share

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ગુરૂવાર દેવ શયની (દેવ પોઢી) એકાદશીનાં દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિરના સભામંડપમાં સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી શ્રી સ્વામિનારાયણ મહામંત્રની અખંડધૂન યોજાઈ હતી. સવારે એકાદશીનું પૂજન તથા ધૂનનો પ્રારંભ નાના લાલજી શ્રી દ્વિજેન્દ્રપ્રસાદ મહારાજ તથા વડીલ સંતોના હસ્તે દિપપ્રાગટ્ય બાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના પૂ.ગોવિંદ સ્વામી – મેતપુરવાળ, પૂ.શ્રીવલ્લભ સ્વામી,પૂ.મુનીવલ્લભ સ્વામી, પૂ.શ્યામવલ્લભ સ્વામી, પૂ.સંત સ્વામી – અથાણાવાળા, શ્રી બ્ર.હરિસ્વરૂપાનંદજી,
પા.ઘનશ્યામભગત – ટ્રસ્ટી સભ્ય, તથા સંપ્રદાયના વડીલ સંતો તથા પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતાં.

ર્ડા.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતુ કે, દેવ શયની (દેવ પોઢી) એકાદશી થી ચાતુર્માસ એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર માસનું મોક્ષ પ્રાપ્તી માટેનું મહાપર્વ. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવાનો આગ્રહ કરેલ છે. ચાર માસ દરમિયાન ભક્તોએ મૂળા – મોગરી – રીંગણ જેવા શાકભાજીનો નિષેધ કરવામાં આવેલ છે. આજથી ચાર મહિના સુધી દેવઉઠી એકાદશી સુધી ભક્તોએ વિશેષ નિયમો ધારણ કરવા જેવા કે, શ્રી સ્વામિનારાયણ મહામંત્રની માળા, જનમંગલ સ્ત્રોતના પાઠ કરવા, કિર્તન-ભક્તિ, વંદુના પાઠ કરવા,
ભક્તિચિંતામણી અને વચનામૃતનું પઠન કરવું વગેરે. શ્રીહરિને કેસર – મિશ્રીત જળથી અભિષેક કરવો. ઉપરોક્ત જણાવેલ નિયમોમાંથી ગમે તે એક નિયમનું પાલન કરવું. ભગવાન શ્રીહરિ ચાતુર્માસ પર્યન્ત ક્ષીર સાગરમાં પોઢી જાય છે અને ચાર માસ બાદ કારતક સુદ એકાદશી એટલે દેવઉઢી એકાદશીએ ભગવાન જાગે છે. આપણા ધર્મ શાસ્ત્રમાં વિશેષ મહીમા ગવાયો છે. અખંડ ધૂનમાં ચરોતરનાં પ૦ ઉપરાંત ગામોનાં ર૦૦૦ થી વધુ પુરૂષ તથા સ્ત્રી ભક્તો. ૧પ૦ સંતો તથા પાર્ષદો એવં ડભાણ, પીજ, વડતાલ અને ખાંધલીનાં સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેરોલ ઉપર છૂટયા બાદ પરત ન ફરી ભાગી છૂટેલ એક ભાગેડુ આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

વડોદરાની જમનાબાઇ હોસ્પિટલમાં નેત્રહીન મહિલાને ડો. દેવિકા મોટવાણી એ સફળ ઈલાજ કર્યો.

ProudOfGujarat

વિકાસને શોધો વડોદરા બચાવો જેવી પોસ્ટથી સર્જાયો રાજકીય ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!