Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના બસ સ્ટેન્ડમાં ચોરીના ૩ મોબાઇલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડયો

Share

નડિયાદ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એ.રિષિન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે નડિયાદ બસ સ્ટેન્ડમાં ડાકોર તરફ જવાના પ્લેટફોર્મ ઉપર એક ઇસમ બેસેલ છે જેની પાસે ચોરીના મોબાઇલ છે જેણે શરીરે કાળા કલરમાં સફેદ ફુલની ડિઝાઇનવાળું શર્ટ તથા કાળા કલરનું ફન્કી જીન્સ પેન્ટ પહેરેલ છે.  જે બાતમી આધારે  ઇસમને પકડી લેવામાં આવેલ. તેની પુછતાછ કરતાં તેણે પોતાનુ નામ સેવક અશોકભાઇ રાજનટ (મારવાડી) ઉવ.૨૮ રહે. નડિયાદ શાસ્ત્રીનગર, જવાહર નગર સીંધી સ્કુલની બાજુમાં નડિયાદ જેની પાસે અલગ અલગ કંપનીના કુલ- ૩ મોબાઇલ ફોન મળી આવેલ આ મોબાઇલ ફોનના બીલ માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ. અને મોબાઇલ ચોરીના હોવાની કબુલાત કરી હતી. ઇસમ પાસેથી ૩ મોબાઇલ ફોન મળી આવતાં  ઇસમને અટક કરી આગળની વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં ઓર્ગેનિક ખેતીનો ફેલાવો કરવા ધારીખેડા સુગરની પહેલ: 5000 એકરમાં ઓર્ગેનિક શેરડીના વાવેતરનું લક્ષ્યાંક.

ProudOfGujarat

સુરત લિંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાના આરોપ સાથે કલેક્ટર પર મોરચો પહોંચ્યો હતો.

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી નજીક માધુમતિ ખાડીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!