નડિયાદમા આ વર્ષે ૫૦ થી વધુ જર્જરિત મકાનોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ જર્જરિત મકાનો ઉતરવામાં ન આવ્યા. નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ પરના મકાનનું છજુ પડ્યુ હતુ. છજુ પડ્યુ તે સમયે સદનસીબે વાહનચાલક કે રાહદારી નીચેથી પસાર થતો ન હોવાથી મોટી દુર્ધટના ટળી હતી. પીજ ભાગોળથી વર્ગો કોમ્પલેક્ષ જવાનો મુખ્ય રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. જો કોઇ પસાર થતા સમયે આ છજુ તૂટ્યું હોત તો મોટી જાનહાની થવાની શક્યતા હતી. ત્યારે છજાનો કાટમાળ રોડ પર પડતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Advertisement