Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના અરેરા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૧.૬૫ લાખ ચોરી કરી ફરાર

Share

નડિયાદ તાલુકાના અરેરા ગામે ડુંગરીયા વિસ્તારમાં રહેતા  દિગ્વિજય પ્રફુલચંદ્ર પંડ્યા પોતાની પત્ની અને બે દિકરીઓ સાથે રહે છે. તેમની  ગામની સીમમાં આવેલ ખેતરમાં  તાજેતરમાં નવુ મકાન બનાવેલ છે ત્યાં રહેવા ગયા હતા. ગત ૨૪ મી જુનના રોજ દિગ્વિજયભાઈ પોતાના પરિવાર સાથે સામાજીક પ્રસંગ માટે મકાન બંધ કરી વડોદરા ગયા હતા. વડોદરાથી તેઓ એજ દિવસની સાંજે આવી ગયા હતા પરંતુ દિગ્વિજયભાઈ સહિત પરિવારજનો તેમની સાસરી નડિયાદ ખાતે રોકાયા હતા. ત્યારબાદ બીજા દિવસે રવિવારે સવારે પોતાના ઘરે આવતાં ઘરનો આગળનો દરવાજાના લોક તૂટેલી હાલતમાં જોઈ ચોંકી ગયા  અને ઘરમાં તપાસ કરતા ઘરનો સરસામાન વેરવિખેર પડ્યો  હતો.

ઘરમાં તપાસ કરતાં રોકડ રૂપિયા ૭૫ હજાર અને અન્ય સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૧ લાખ ૬૫ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત નવા મકાનમાં લાઈટ ફીટીંગ કરાવેલ હોય તે તમામ સ્વિચ બોર્ડ લાઈટના ગોળા પણ તસ્કરો કાઢી ગયા હતા. અને દિગ્વિજયભાઈને જાણવા મળ્યું હતું કે, અહીંયા નજીકમાં આવેલ ચિતરંજનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને પુનમભાઈ મૂળજીભાઈ પટેલના ખેતરમાં બનાવેલ ગોડાઉનના પણ દરવાજાના તાળા તૂટ્યા છે. જોકે કોઈ સરસામાન ચોરી થયો નથી.  આ સંદર્ભે દિગ્વિજયભાઈ પંડ્યાએ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

Advertisement

Share

Related posts

વાગરા : ટેકાના ભાવ મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર ટ્રેકટર રેલી પ્રદર્શન.

ProudOfGujarat

અંકલેશ્વર : NEET ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સૂચના, જુઓ.

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાત રેંજર્સ ફોરેસ્ટ કોલેજ દ્વારા દાનની દીવાલની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!