Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં માત્ર 3 કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

Share

નડિયાદ સહિત સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા  લોકોને હાલાકી પડી હતી. નડિયાદમાં પડેલા વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.  રેલવેના ચારેય અંડરબ્રીજ પાણીથી છલોછલ થઇ ગયા હતા. જેના કારણે નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું.

નડિયાદની વાત કરીએ તો આજે સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા જોતા ૯૯ મીમી એટલે કે ચાર ઇંચ વરસાદ પડ્યો છે જેને લઇ નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી થઈ ગયું છે. સરદાર ભવન પાસે, ગાજીપુર વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી અને ઘણા વાહનોના સાઇલેન્સરમાં પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ફસાયા હતા નડિયાદના ચારે ચાર ગળનાળાઓ પાણીથી ભરાઇ જતાં  નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું   નડિયાદમાં માત્ર ચાર ઇંચ વરસાદને લઈ પ્રજા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. સરદાર ભવનમાંથી નીકળવાના ગેટ આગળ પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલીનો માહોલ સર્જાયો હતો. નડિયાદ ઉપરાંત મહેમદાવાદમાં પણ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ આજે ખાબકી ગયો હતો. જેને લઇ ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

ખેડા જિલ્લાના ફ્લડ કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ સવારે ૧૦થી લઈને બપોરે ૨ વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો નડિયાદમાં ૯૯ મિમી, ઠાસરામાં 8 મિમી મહેમદાવાદમાં ૯૮ મિમી, કઠલાલમાં ૫ મિમી, ખેડામાં ૩૩ મિમી, ગળતેશ્વરમાં 40મિમી, મહુધામા ૫૧ મિમી, માતરમા ચાર અને વસોમાં ૩૦ મિમી વરસાદ પડ્યો હતો. ખેડા જિલ્લામાં આજે સવારે વરસાદનીથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો. હવે ખેડૂતો ચોમાસુ પાકની આશા સેવી રહ્યા છે ડાંગરના ધરવાળીયા વરસાદમાં ફુલશે ફાલસે જેથી રોપણીમાં મજા આવશે તેવું ખેડૂતો કહી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને હજારોનાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી ચોરી થયેલ રીક્ષાના રીઢા ઇસમને ગણતરીના કલાકોમાં અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડયો.

ProudOfGujarat

મહેમદાવાદ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!