નડિયાદમાં સામન્ય વરસાદમાં જ બસ સ્ટેન્ડમાં પાણી ભરાતુ જોવા મળી રહ્યું છે. આજે પડેલા વરસાદને લઈ નડિયાદના બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ હતા. ખાસ કરીને ખાડા પડી જવાથી પાણી ભરાતા મુસાફરોની કફોડી હાલત બની છે.મસ મોટા મોટા ખાડા મુસાફરો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે.
નડિયાદના બસ સ્ટેન્ડની હાલત સુધારવા માટે અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ મુસાફરની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી ન હોવાનુ મુસાફરો જણાવી રહ્યા છે. બસ સ્ટેન્ડમા રોડ, રસ્તાનુ ચોમાસા પહેલા જ નિરિક્ષણ કરી યોગ્ય જગ્યાએ ડામર પાથર્યો હોય તો રોડ વધુ ન તૂટત પરંતુ બસ સ્ટેન્ડના આંખ આડા કાન કરતાં હવે ખાડાઓ વધ્યા છે. અને બસમાં સવાર મુસાફરો તેમજ ચાલતા આવતાં જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એસ ટી તંત્ર નડિયાદના બસ સ્ટેન્ડની હાલત સુધારે અને આવા ખાડાઓને ડામરથી પુરે તેવી માંગ ઉઠી છે.
Advertisement