Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલ પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં રાહદારીનું મોત

Share

કઠલાલ પંથકમાંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર  કોઈ અજાણ્યા વાહન ચાલકે  અડફેટે લેતાં રાહદારીનું મોત નિપજ્યું છે.  બનાવ સંદર્ભે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કઠલાલ તાલુકાના સોનાપુરા સીમ વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષિય કાળાભાઈ બાબરભાઈ પરમાર  ડેરીએ દૂધ લેવા નીકળ્યા હતા.  દરમિયાન પીઠાઈ-સોનપુરા પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કોઈ અજાણ્યા વાહને  કાળાભાઈને ટક્કર મારી  વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ આસપાસ લોકો ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં  કાળાભાઈના પુત્ર સહિત અન્ય પરીજનો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ કાળાભાઈ  પરમારને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે  કાળાભાઈને મૃત્યુ નિપજયું હોવાનું જણાવ્યું હતું.  મરણજનારના પુત્ર ઉદાભાઈ પરમારે કઠલાલ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોધાવી છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા ગેંગરેપ પ્રકરણમાં પાંચ આરોપીઓને 20 વર્ષની કેદની સજા કરાઇ.

ProudOfGujarat

ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાને બનાવાયા દિલ્હીના પોલીસ કમિશનર

ProudOfGujarat

આમોદમાં ભારે વરસાદ બાદ પૂરસા માર્ગ બન્યો જળમગ્ન, માર્ગ પર પાણી ફરી વળતા લોકો અટવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!