Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં જય મહારાજ સોસાયટીના રહેણાંક મકાનમાં લાગી આગ.

Share

નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે એક રહેણાંક મકાનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી.

આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે જય મહારાજ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ સોનીના મકાનમાં સવારે મકાનના ઉપલા માળે અચાનક જ આગ લાગી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે મકાનમાલિક સહિતના સ્થાનિક લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. તાત્કાલિક ધોરણે નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી મકાનના ઉપલા માળે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. રહેણાંક મકાનમાં કયા કારણોસર આગ લાગી હોય તે રહસ્ય અકબંધ રહ્યું છે. ઘરના ઉપરના માળમાં રાખેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાની થવા પામી નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

બુલેટ ટ્રેન વિભાગ દ્વારા આમલાખાડી માં અડચણ રૂપ માટી પુરાણ અને પાઈપો નાખી બનાવેલ નાળા ને દુર કરવાની માંગ, અવરોધ દુર નહિ થાય તો મોટી હાલાકી ની શક્યતા.*

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી નજીક ભુંડવા ખાડીના નવા પુલના માર્ગ પર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર નીચે પડી

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ધંધાકીય હરિફાઇની રીસ રાખીને મશીનરી અને સાધનો તોડી નાંખ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!