સક્ષમ સંસ્થા દિવ્યાંગો માટે કામ કરતી, રાજ્યકક્ષાની સંસ્થા છે. તે અંતર્ગત સક્ષમ ગુજરાત પ્રદેશ સંચાલિત, સક્ષમ દિવ્યાંગ થેરાપી અને પુનઃ વસન કેન્દ્ર, ખેડા જિલ્લા શાખા જે નડિયાદ ખાતે કાર્યક્ષમ છે. આ સંસ્થા દ્વારા આમ મનુષ્યની જેમ દિવ્યાંગ બાળકો પણ રમી શકે, બોલી શકે, ચિત્ર દોરી શકે, યોગાસન કરી શકે તે માટે સમર કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પના પૂણૉહુતિ સમારંભમાં આખડોલના વેપારી સુરેશભાઈ પટેલ, આર્યુવેદિક કોલેજ રજીસ્ટ્રાર પ્રો ડી.જે વ્યાસ, સક્ષમ સંસ્થાના પ્રદેશ પ્રમુખ અને દિવ્યાંગ પ્રફુલભાઈ પટેલ, અગ્રણી વકીલ ટી આર બાજપાઈ, જિલ્લાના મંત્રી નીતિનભાઈ જાની સહિત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી જહાનવીબેન વ્યાસ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સમર કેમ્પ દરમિયાન દિવ્યાંગ વિદ્યાર્થીઓએ બનાવેલ ચિત્રો પ્રદર્શનમાં ગોઠવવામાં આવ્યા હતા. તે મહેમાનોએ નિહાળ્યા. આ ઉપરાંત યોગા પણ કરવામાં આવ્યા. તેમજ દિવ્યાંગ બાળકો બોલી શકે તે માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સંસ્થા દ્વારા આ કેમ્પનું મુખ્ય આશય દિવ્યાંગ અને મંદબુદ્ધિના બાળકો પણ અન્ય બાળકોની જેમ જીવન જીવી શકે. તે ઉદેશથી આ સક્ષમ સંસ્થા કાર્યરત છે.
નરેશ ગનવાણી : નડિયાદ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવ્યાંગ બાળકો માટે સમર કેમ્પ યોજાયો
Advertisement