Proud of Gujarat
FeaturedGujaratINDIA

કઠલાલમાં પરિણીતાને ફોન પર અજાણ્યા શખ્સે ગાળો બોલતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Share

કઠલાલની પરણીતાને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી બિભત્સ ગાળાગાળી કરતાં  પરણીતાના પતિએ ફોન કરી ઠપકો આપતાં સામે વાળા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કઠલાલમાં આવેલ શ્રી હરી એપાર્ટમેન્ટમાં રહેતાં મનોજભાઈ મધુસુદનભાઈ ઠક્કર મેડીકલ એજન્સી ચલાવે છે. મંગળવારના રોજ બપોરના સમયે તેમના પત્ની પુજાબેન ઘરે હતાં. તે સમયે પુજાબેનના મોબાઈલ પર અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળા ‌વ્યક્તિએ બીભત્સ ગાળાગાળી કરી હતી જેથી પુજાબેને ફોન કટ કરી દીધો હતો. પછી  અજાણ્યાં શખ્સે ઉપરા ઉપરી ફોન કર્યા હતાં. જેથી ડરી ગયેલા પુજાબેને આ મામલે પોતાના પતિ મનોજભાઈને જાણ કરી હતી અને મનોજભાઈ ઘરે દોડી આવ્યા હતાં અને અજાણ્યા નંબર ઉપર ફોન કરતા કોઈ અજાણ્યાં શખ્સે મનોજભાઈને પણ ગમેતેમ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે મનોજભાઈ ઠક્કરે કઠલાલ પોલીસમા અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પઠાણની બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધૂમ, કમાણીનો આંકડો ચોંકાવનારો

ProudOfGujarat

વડોદરા : રણાપુર ગામે સરકારી જમીનમાં અનધિકૃત બાંધકામ બાબતે અરજી કરનારને માર મારતા પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની 108 ઝધડીયા ટીમ દ્વારા કિંમતી સામાન પરત કરી પ્રામાણિકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!