Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલ પાસે હાઈવે પર મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

Share

કઠલાલ અમદાવાદ-ઈન્દોર હાઈવે પર એકાએક મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ શહેરમાં રહેતા  ગોપાલભાઈ નટુભાઈ તળપદા પોતાની સાસરી બાલાસિનોર જવા નીકળ્યા હતા. ગોપાલભાઈ મોટરસાયકલ પર બપોરે ખેડા જિલ્લાના કઠલાલ પંથકના અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કઠાણા પાસેના પેટ્રોલપંપ પાસે એકાએક ગોપાલભાઈએ મોટરસાયકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ પર સ્લિપ ખાઈ ગયા હતા. મોટરસાયકલ ચાલક ગોપાલભાઈ તળપદાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે નડિયાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ગોપાલભાઈની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં રસ્તામાં ગોપાલભાઈનુ કરૂણ મોત નિપજયું હતું. આ બનાવ મામલે પ્રતાપભાઈ રાવજીભાઈ તળપદાએ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

દુનિયાનો પહેલો દિવ્યાંગ OLDAGE રિસોર્ટ ભરૂચમાં : CM ભુપેન્દ્ર પટેલ કરશે ભૂમિપૂજન

ProudOfGujarat

રાજકોટમાં ગાંજાના છોડનું વાવેતર કરતો એક શખ્સ ઝડપાયો

ProudOfGujarat

વર્ષો ની પરંપરા મુજબ કોમી એકતાના સ્તંભ સમાન મોટા મિયા માંગરોળ ની ઐતિહાસિક ગાદી ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!