Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં મહેશ્વરી સમાજ દ્વારા ફાગ ઉત્સવ ઉજવાયો.

Share

નડિયાદ રાજીવ નગર પાસે આવેલ મહેશ્વરી સેવા સમિતિ ખાતે મહેશ્વરી ફ્રેન્ડશીપ ક્લબ અને મહેશ્વરી ફાગ ગ્રુપ દ્વારા હોળીને લઈને ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજની મહિલાઓ માટે રંગારંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સમાજની બહેનો દ્વારા ભગવાન રાધાકૃષ્ણના હોળી પર્વના નિમિત્તે ભજન કીર્તન ગાઇને ફૂલોથી હોળી રમીને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વ્રજભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે ફાગ ઉત્સવ મનાવ્યો હતો તે રીતે ફૂલોથી હોળી રમીને ભાવ વ્યક્ત કર્યો હતો. આ ઉત્સવમાં સમાજની તમામ બહેનો લાલ સાડીમાં તૈયાર થઈ દાંડીયા સાથે ભગવાન શ્રીકૃષ્ણના ભજન કીર્તન રમઝટ સાથે રાસ રમીને કૃષ્ણ ભક્તિમય બની ગયા હતા. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સમાજ બેનોએ ભાગ લીધો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-રાત્રીના અંધારામાં સળગી ઉઠી કપડામી કેબીન-જાણો કયા વિસ્તારમાં બની ઘટના…

ProudOfGujarat

રાજપીપળા ના અધિક કલેકટર ની માર્ગના જાહેરનામું ખોટું હોવાના આક્ષેપ.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે અમિત મૈસુરીયાની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!