Proud of Gujarat
FeaturedGujaratINDIA

માતર પાસે હાઇવે પર મહિલાને ડમ્પરે ટાયર નીચે કચડી દેતાં કરુણ મોત નિપજ્યું.

Share

માતર પાસેના રતનપુર જુના હાઈવે પર અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. જેમાં મોટરસાયકલ ઉભુ રાખી પતિની પડી ગયેલી ટોપી લેવા જતા મહિલાને ડમ્પરે ટાયર નીચે કચડી દેતાં કરુણ મોત નિપજ્યું છે.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાંછીયેલ વિંઝોલમાં રહેતા નવનીતભાઈ હિંમતભાઈ ચૌહાણ સોમવારે સવારે પોતાની પત્ની તથા ભાણા પૂર્વરાજને મોટર સાયકલ પર અંબાજી ગામે પોતાના સાળાની ખબર કાઢવા જતા હતા. નવીનીતભાઈ પોતાનું મોટરસાયકલ પર ખેડા જુના હાઇવેથી રધવાણજ તરફ જતા હતા. તે સમયે રતનપુર એક હોટલ નજીક નવીનીતભાઇની માથા પર પહેરેલ ટોપી પવનથી ઉડી જતા બાઈક ઉભી રાખી હતી.

Advertisement

પાછડ બેઠેલ રમીલાબેન ઉતરીને ટોપી લઈને આવી રહ્યા હતા. આ સમયે રતનપુર તરફથી પૂરપાટ ઝડપે આવેલ ડમ્પરે મહિલાને અડફેટે લેતા રમીલાબેન ના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું. જેથી મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવો સંદર્ભે નવીનભાઈ હિંમતસિંહ ચૌહાણની ફરિયાદ આધારે માતર પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરુચ : જિલ્લા કક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!