Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : વસોનાં નવાગામમાં સાળી પર છરીથી હુમલો કરનાર બનેવીને પોલીસે ઝડપી પાડયો

Share

નડિયાદ પાસે વસોમાં સાળી-બનેવી વચ્ચે થયેલ ઝઘડામાં બનેવીએ પોતાની સાળી પર ગળાના ભાગે છરી મારી હતી અને ફરાર થઇ ગયો હતો. હુમલાખોર બનેવેની વસો પોલીસે ઝડપી પાડયો છે.

મહેમદાવાદ તાલુકાના નવાગામ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ ફતાભાઇ ફુલાભાઇ રાઠોડની બે બહેનો વસોમાં એક જ પરિવારના બે સગાભાઇઓ સાથે પરણાવેલી છે.  ઘરમાં હાજર હતા તે સમયે તેમના ભાણા કિશનભાઇ અશોકભાઇ બારૈયાનાઓનો વસોથી ફોન આવેલ અને જણાવેલ કે મારા માસી અનીતાબેનનો  મારા પિતા અશોકભાઇ સાથે મારા પિતા કોઇ કામધંધો કરતા ન હતાં જે બાબતે બોલાચાલી થયેલ અને મારા માસી અનીતાબેનએ મારા પિતાને કામધંધો કરવા માટે ઠપકો આપેલ હતો. જે બાબતની રીસ રાખી મારા પિતા અશોકભાઈએ મારા માસી અનીતાબેન નાઓના ગળાના ભાગે છરી મારેલ છે. પ્રવિણભાઈ તરતજ વસો દોડી આવ્યા હતા અને પોતાની બહેનને આ બાબતે પુછતા કૈલાશાબેને જણાવેલ કે મારા પતિ છેલ્લા ત્રણેક માસથી કોઇ કામધંધો કરતા ન હોય અને ઘરે જ બેસી રહેતા જે બાબતે મારી બેન અનિતાબેને મારા પતિને કામધંધો કરવા માટે કહ્યું જેથી  હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. સંદર્ભે પ્રવિણભાઇ રાઠોડે હુમલો કરનાર અશોકભાઈ કાંતિભાઈ બારૈયા સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે આરોપીની વસો વિશ્રાંત બાગમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ્ગ ગનવાણી : નડિયાદ


Share

Related posts

તીન પત્તીનો જુગાર રમતા ૧૧ શકુનીઓને ઝડપી પાડતી ભરૂચ LCB….

ProudOfGujarat

પાલેજ નગરનાં ઇમરજન્સી દર્દીઓને મફતમાં ઓક્સિજન સેવા મળી રહે માટે મફતમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.

ProudOfGujarat

રાજ્યમાં માસ્કનાં દંડને બદલે માસ્ક પહેરવા જનતાને સજાગ કરવા જરૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!