Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પાસે કંજોડા ગામની ઈન્ડિયન બેંકમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ

Share

નડિયાદના કંજોડા ગામની ઈન્ડિયન બેંકમાં આગ લાગતાં ગામમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. નડિયાદ ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી પાણી છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે.

નડિયાદ તાલુકાના કંજોડા ગામમા ટાવર ચોક વિસ્તારમાં આવેલ ઈન્ડીયન બેંકમાં મંગળવારની વહેલી સવારે સવા સાત વાગ્યાની આસપાસ કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની છે. બેંકની આસપાસના સ્થાનિકોને જાણ થઈ હતી તુરંત સ્થાનિક રહીશોએ નડિયાદ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ એક વોટર બ્રાઉઝર સાથે બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો છંટકાવ કરી લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમા આવી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટીએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ અનુમાન છે. સદનસીબે આ ઘટનામા કોઈ જાન હાની થઈ નથી. પરંતુ બેંકમાં લાગેલ આગના કારણે બેંકનુ તમામ ફર્નીચર તેમજ અગત્યના દસ્તાવેજો નાશ પામ્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ તાલુકાની ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં fire fighting demonstration પ્રોગ્રામનુ આયોજન કરાયું

ProudOfGujarat

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી, ED એ મનીષ સિસોદિયાના ‘નજીકના સહયોગી’ ની કરી ધરપકડ.

ProudOfGujarat

આકર્ષક ઇનામોની કુપનો બતાવી સામાન્ય ગ્રાહકો સાથે વધુ એક છેતરપિંડીની ફરિયાદ…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!