નડિયાદ પારસ સર્કલ પાસે ગઈકાલે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ડ્રેનેજ પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન ભેખડ ધસી પડતા એક શ્રમિક કાંસમાં ફસાતા મૃત્યુ થયુ હતું.
ગઈકાલે સાંજે પાંચ વાગ્યે નડિયાદ પારસ સર્કલ પાસે પંપીંગ સ્ટેશનની ડ્રેનેજ લાઇનનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ભેખડ ધસી પડતા ડ્રેનેજની પાઇલાઇનમાં ફસાઈ જતાં એક શ્રમિક મૃત્યુ પામ્યો હોય જેમાં કાંસની નીચે ટનલ કરી ડ્રેનેજની પાઇપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર બિગેડ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે શ્રમિકને બહાર કાઢવાની કોશિશ કરી પરંતુ તે કોશિશ નિષ્ફળ જતા તાબડતોબ વડોદરા ફાયર બ્રિગેડના સ્ટાફને જાણ કરવામાં આવેલી હોય રાત્રિના સમયે વડોદરા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાબડતોડ નડિયાદ પહોંચ્યો હતો. 16 કલાકની ભારે જહેમત બાદ વડોદરા ફાયરબ્રિગેડની ટીમે આ શ્રમિકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ તકે નડિયાદ ફરી બ્રિગેડ ૧૦૮ ની ટીમ તથા નડિયાદ ટાઉન પોલીસનો સ્ટાફ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
અહીં નોંધનિય છેકે વડોદરા ફાયરબ્રિગેડની ટીમની કામગીરી માત્ર શહેર અને જિલ્લા પૂરતી જ મર્યાદિત નથી કોઈ પણ સંજોગોમાં આસપાસના જિલ્લાઓમાં પણ વડોદરા ફાયરબ્રિગેડની ટીમ પોતાની કામગીરી સંપૂર્ણપણે અને જવાબદારી પૂર્વક નિભાવે છે.
નરેશ ગનવાણી : નડિયાદ