Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કણજરીમા ડમ્પર ટ્રકના લોનના હપ્તા બાબતે ૪ લોકોએ વેપારીને માર મારતાં પોલીસ ફરિયાદ

Share

નડિયાદ પાસેન કણજરી ગામે વેપારીને વેચાણ આપેલી ડમ્પર ટ્રકના લોનના હપ્તા બાબતે કૌટુંબીક જમાઈ સહિત ૪ લોકોએ વેપારીને માર મારતાં ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ તાલુકાના કણજરી ગામે રહેતા રેતી, કપચીનો ધંધો કરતાં  મહંમદઅતિક અબ્દુલભાઈ વ્હોરાએ ત્રણ વર્ષ અગાઉ લીધેલ ડમ્પર ટ્રક પોતાના કૌટુંબીક જમાઈ તાહીરભાઈ ઐયુબભાઈ વ્હોરા રહે.અંઘાડી, તા.ઠાસરા ને બે વર્ષ પહેલાં વેચાણ આપી હતી. જેના બાકી પડતા લોનના હપ્તા આ તાહીરભાઈને આપવાના હોવાનું નક્કી કરાયું હતું. પરંતુ તેમ છતાં તાહીરભાઈ  હપ્તા ભરતા નહતા જેથી બેંકની નોટીસ મુળ માલીકને મોકલતા હતા. આ વાતની જાણ મહંમદઅતિકે તાહીરભાઈને કરતાં તાહીરભાઈએ જણાવ્યું કે હપ્તા ભરી દઈશું.

Advertisement

ગતરોજ આગઇકાલે આ બાબતે ચર્ચા કરવા કણજરી ગામમાં ભેગા થઈને મીટીંગ કરવાનું નક્કી કર્યું હતું. ગામના સ્ટેશન રોડ બંન્ને લોકો ભેગા થયા હતા. જોકે ત્યાં અગાઉથી હાજર ગામના સુલેમાનભાઈ અમહમદભાઈ વ્હોરા, ઈરફાનભાઈ યાકુબભાઈ વ્હોરા હતા. તે સમયે ચર્ચા ચાલતી હતી. ત્યારે આ ત્રણેય લોકો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને મહંમદઅતિક સાથે ઝઘડો કર્યો હતો.  મારવા ફરી વળ્યા હતા. જેથી મહંમદઅતિક ત્યાંથી દોડીને નીકળી ગયા અને નજીક આવેલ ફાટક પાસેની કંપનીમા આવ્યાં હતા. ત્યાં ગેટ ઉપર અંદર જતા ઉપરોક્ત ત્રણેય લોકો તેમજ ઐયાઝભાઈ સુલેમાનભાઈ વ્હોરાએ ગડદાપાટુનો મારમાર્યો હતો. તો એક જણાંએ લોખંડની પાઇપ લઈ આવી મહંમદઅતિકને મારી હતી.  ઘાયલ મહંમદઅતિક વ્હોરાએ પોતાના કૌટુંબીક જમાઈ સહિત ૪ સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન તેમજ હોમી લેબના સૌજન્યથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન…

ProudOfGujarat

ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા*

ProudOfGujarat

લીંબડીની સેન્ટ થોમસ સ્કુલમાં વાલીઓએ મચાવ્યો હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!