ખેડા જિલ્લા પંચાયતના જુના મકાનમાં અંદાજીત રૂ એક કરોડના ખર્ચે આકાર લેનારા જિલ્લાના વેકસિન સેન્ટરનુંકેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ વેકસિન સેન્ટર જિલ્લા અને તાલુકાના આરોગ્ય કેન્દ્ર માટે એક સેતુરૂપ બની રહેશે. જેનો લાભ જિલ્લા અને તાલુકામાં ઘેર ઘેર જેને જરૂર છે તેવી બહેનો અને બાળકોને મળી રહેશે. આ માટે રાજ્ય સરકારનો પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આભાર માન્યો હતો.
નરેશ ગનવાણી
Advertisement