Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરા પાલિકા વિસ્તારમાંથી પસાર થતી કાંસમાં ગટરના પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ

Share

ઠાસરા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી કાંસમાં ગટરના ગંદા પાણીની દુર્ગંધથી સ્થાનિકો, વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ચોમાસા પહેલા કાંસ વિભાગ દ્વારા કાંસની સાફ-સફાઈ કરવી જરૂરી બની ગઈ છે.

ઠાસરા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા કાંસ વિભાગની ગટરમાંથી અસહ્ય દુર્ગંધ મારતુ ગંદુ પાણી વહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આવતા જતા રાહદારીઓ માટે રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. ઠાસરા એસટી બસ સ્ટેન્ડની પાછળથી ઇન્દિરા નગરીથી બહુચરાજી મંદિરથી જે.એમ દેસાઇ હાયર સેકન્ડરી સ્કૂલ પાસેથી પસાર થતા કાંસથી નગરજનો ઓવરંગપુરા ગામ તરફ જતા રસ્તા ઉપર ડાબી બાજુએથી પસાર થતા આ કાંસના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય પણ સતાવી રહ્યો છે. ઇન્દિરા નગરીની ચોકડીથી ચંદાસર તરફ઼ જતા પાંચથી વધુ ગામોની જનતા કાંસની ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ રસ્તા ઉપરથી રાત દિવસ ડાકોર એસટી બસ સ્ટેન્ડમાંથી કપડવંજ- કઠલાલ તાલુકાના ગામોની જાહેર જનતા આ ટૂંકા રસ્તા ઉપરથી આવ-જા કરે છે

Advertisement

ઠાસરા એસટી બસ સ્ટેન્ડથી વીર ભાથીજી મહારાજનાં યાત્રાધામ જવા આવવાનો આ ટૂંકો રસ્તો છે તેમજ ગોધરા, દાહોદ તરફથી આવતાં વાહનચાલકો પણ આ રસ્તેથી પસાર થાય છે. આ માર્ગ પર શાળા, છાત્રાલય અને સોસાયટીઓ હોવાના કારણે લોકોને રોજ ગંદા પાણીની દુર્ગંધનો સામનો કરવો પડે છે. ચોમાસુ આવતાં પહેલા કાન્સ વિભાગ દ્વારા કાંસ સાફ કરાવવાની તાતી જરૂર છે.


Share

Related posts

ખેતરમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ :સ્થાનિકોએ આરોપીને ઝડપી પોલીસ હવાલે કર્યો બાળકીના કપડાં કાઢવા જતા લોકો પહોંચતા યુવક ભાગ્યો અંતે સ્થાનિકોએ પકડી પાડ્યો :વલસાડના અટગામ નજીક બનાવ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે વધુ પાંચ જેટલા કોરોના પોઝિટીવનાં કેસ આવ્યા કુલ સંખ્યા 98 પર પહોંચી.

ProudOfGujarat

લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસ 2023 નિમિત્તે સાંસદ યોગ સ્પર્ધાનો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!