ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી ૧૧૫ વર્ષ જૂની ૧૯૦૮ માં સ્થપાયેલી હિન્દુ અનાથ આશ્રમમાં અનાથ ભાઈઓ બહેનોને રાખવામાં આવે છે. આ આશ્રમ એટલે સરદાર પટેલ અને ગાંધીજીએ સાથે બેસીને ખેડા સત્યાગ્રહની શરૂઆત કરેલી. તેવા હિન્દુ અનાથ આશ્રમમાં દીકરીના લગ્ન વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામના રુપલબેન અજયભાઈ પટેલના દીકરા યશ પટેલ સાથે કોમલ નામની આશ્રમની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્નમા પોતાની દીકરીના લગ્ન હોય તેવી જ વ્યવસ્થા ઢોલ અને ઢોલીડા સાથે અનાથ આશ્રમના વડીલો મામા બનીને દીકરીને ઉચકી લાવી લગ્નના માડવા સુધી લાવવામાં આવી હતી. તેમજ લગ્નમાં આશ્રમમાં જ રહેતી અને પરણાવવામાં આવી છે. તે દીકરીઓ પોતાના પતિ અને બાળકો સાથે હિન્દુ અનાથ આશ્રમ એટલે કે પોતાના પિયરમાં આવી હતી અને લગ્નમાં સહભાગી થયા હતા. હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૫૬૩ દીકરીઓના લગ્ન સારી જગ્યાએ કરાવ્યા છે. આ ઉપરાંત પોતાની જાત ઉપર ઉભી રહે તે પણ જોવાયું છે. તેમના લગ્ન પછી લગ્નજીવન સારી રીતે જાય તે માટે વ્યવસ્થાઓ પણ કરાય છે. એક દીકરીના લગ્ન માટે સંસ્થા બે લાખ સુધીનો ખર્ચ કરે છે અને અન્યના સહયોગથી દરેક દીકરીઓને સાસરે વળાવ્યા વખતે તમામ વસ્તુઓ આપવામાં આવે છે. આટલું જ નહીં પરણાવ્યા પછી પણ કોઈ તકલીફ પડે તો સંસ્થા દીકરીની પડખે રહ્યો છે. આજના લગ્નમા ખેડા જિલ્લાના પોલીસ વડા રાજેશ ગઢીયા ઉપરાંત આશ્રમના તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિનશા પટેલ તથા રાજેશ ગઢીયાએ આશીર્વાદ આપ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદના હિન્દુ અનાથ આશ્રમમાં ૫૬૩ મી આશ્રીત દિકરીના લગ્ન યોજાયા
Advertisement