Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સહિત અલગ અલગ જગ્યાએથી ૭ વાહનોની ચોરી કરનાર રિઢો ગુનેગાર ઝડપાયો

Share

વસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે  દરમ્યાન બાતમી મળેલ કે અગાઉ વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરીમાં પકડાયેલ રીઢો વાહન ચોર હાલ તેના ઘરે મિત્રાલ ગામે આવેલ છે. અને બસ સ્ટેશન પાસે ઉભો છે હાલમાં તેણે કેટલીક મોટરસાઇકલો ચોરી કરી લાવી તેના ઘર આગળ મુકી રાખેલ છે. જે બાતમીવાળો ઇસમ મિત્રાલ બસ સ્ટેશન પાસેથી એક મોટર સાઇકલ સાથે મળી આવતા તેને પકડી પુછતાછ કરતાં તેણે પોતાનુ નામ સિરાજખાન ઉર્ફે સીરીયો યુસુફખાન યાસીનખાન પઠાણ રહે.મિત્રાલ, વસો હાલ રહે. ભાડાના મકાનમાં ગોધરા  જી.પંચમહાલ  હોવાનું જણાવેલ જે ઇસમ પાસેની મોટર સાઇકલ ની માલીકી તેમજ આર.ટી.ઓ. ને લગતા કાગળો માંગતા ન મળતાં ઇસમના ઘરે જઇ તપાસ કરતા તેના ઘરની બાજુમાથી કુલ ૭ વાહનો મળી આવતા સદર વાહનોની પુછરપરછ કરતા તેને વાહનચોરીના ગુનાઓની કબુલાત કરેલ હતી. જે વાહનો (૧) આજથી આસરે ૧૦ દિવસ પહેલા નડીયાદ મહાગુજરાત હોસ્પીટલ પાસેથી હિરો સ્પ્લેન્ડર પ્લસ (૨) નડીયાદ પીજ ભાગોળ, રાધા સ્વામી હોસ્પીટલ પાસેથી હિરો (૪) કણજરી ગામેથી હિરો એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલ (૫) કાલોલ મુકામેથી હિરો સ્પ્લેન્ડર આઇ સ્માર્ટ મોટરસાયકલ (૬) ગોધરા શહેર ખાતેથી હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ  ચોરી કરેલ. (૭) વાણીયાવાડ સર્કલ પાસેથી હોન્ડા ડીઓ મોપેડ ટુ વ્હીલર ની ચોરી કરેલ. આમ આ ઇસમ પાસેથી કુલ મોટરસાયકલ ૭ જેની કુલ કિમત રૂ.૨ લાખ ૭૫ હજાર તથા અંગજડતીના રોકડા રૂ.૧૫ હજાર  કુલ રૂ.૨ લાખ ૯૦ હજાર નો મુદ્દામાલ મળી આવતા  અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરાના અકોટામાં ફાઈનાન્સની ઓફિસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

દાહોદ જિલ્લાના લીમડી નગરમાં જવેલર્સ ના ઘરે રાત્રે તસ્કરોએ 6,60,000 ના સોના-ચાંદીના દાગીના નો હાથફેરો કર્યો

ProudOfGujarat

ભયંકર સમસ્યા : કપરાડા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં કોઈ પણ યુવાનને લગ્ન માટે કોઈ પિતા પોતાની પુત્રી આપતા પહેલા વિચાર કરવો પડે છે…જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!