Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરામાં ઓનલાઇન એપ્લીકેશનમા ઘડિયાળ જોઈ ક્લીક કરતાં ૧ રૂપિયો અને બાદમાં ૩૪ હજારથી વધુ રૂપિયા કપાયા

Share

ઠાસરામાં મોબાઈલ ફોનમાં ઘડીયાળ જોઈ એના પર ક્લીક કરતા એકાઉન્ટમાંથી પહેલા ૧ રૂપિયો અને બાદમાં સીધા ૩૪ હજાર ૧૮૫ કપાઈ ગયા છે. આ બનાવ મામલે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ઠાસરા શહેરમાં મહાદેવવાળા ફળિયામાં રહેતા  ગોપાલભાઈ શીવાભાઈ ભોઈએ ગત ૨૫ એપ્રિલે ફ્લીપ કાર્ટમા ઓનલાઇન એપ્લીકેશનમા કાંડા ઘડિયાં જોઈ તેના મિત્ર માટે  એપ્લિકેશનમા ઓર્ડર કરવા ક્લીક કરી અને મોબાઈલમાં એક મેસેજ આવ્યો જેમાં પોતાના એકાઉન્ટમાંથી એક રૂપિયો ડેબીટ થયા હોવાનો હતો અને બીજા દિવસે ૩૪ હજાર ૧૮૫ રૂપિયા કપાઈ ગયાનો મેસજ આવતાં ગોપાલભાઈ ચોંકી ગયા જ્યારે ઓનલાઇન ઓર્ડર કરેલ નથી કે કોઈના ખાતામાં નાણાં જમા કરાવ્યા નથી તો કઈ રીતે આ નાણાં કપાયા તે બાબતે તપાસ કરતા પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ગોપાલભાઈ ભાઈએ જે તે સમયે તુરંત બેંક એકાઉન્ટ અને એટીએમ કાર્ડ બંધ કરાવ્યુ હતું અને સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર અને આજે ઠાસરા પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરત શહેર તેમજ ભરૂચ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં સંડોવાયેલ રીઢો વાહન ચોર ઝડપાયો.LCB પોલીસે ચાર મોટરસાયકલ પકડી પાડી…

ProudOfGujarat

ભરૂચની વર્લ્ડ ફેમસ “સુજની”બનાવટની કલાને જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ નિહાળી, અદભુત કલાના કર્યા વખાણ

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની કામગીરી “ચાણક્યરૂપી “

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!