તા.૩ ઓકટોમ્બર ૨૦૧૪ થી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વા૨ા ભારતના નાગરિકોને અનેક મુદ્દાઓ અને વિચારો સાથે સંબોધિત કરી રહયા છે. દેશના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે તા. ૩૦ મી એપ્રિલ, રવિવા૨ે મન કી બાતના ઐતિહાસિક ૧૦૦ મા એપિસોડમાં રેડિયો દ્વારા દેશના નાગરિકો સાથે જોડાશે. તેને અનુલક્ષી આજે ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય, કમલમ્ નડીયાદ મુકામે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહમભટ્ટે જણાવ્યુ હતુ કે ખેડા જીલ્લાના ૧૮૫૮ બુથો ૫૨ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ નિદર્શન થવાનું છે. ખેડા જીલ્લા ભાજપના જીલ્લા, તાલુકા સંગઠનના હોદેદારો સાથે આમજનતા પણ જોડાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ લોકપ્રિય છે. અને છેક છેવાડાના જન ને સ્પર્શતો આ કાર્યક્રમ છે. સામાન્ય જનની સમસ્યાઓ, ઉપલબ્ધિઓને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ અનેક મુદ્દા ૫૨ જાહેર જનતાના અને પોતાના વિચા૨ો રજુ કરર્યા છે. ૩૦મી એપ્રિલ ૨૦૨૩ ના રોજ રજુ થનારા મન કી બાત ૧૦૦ માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૫ વર્ષના ભારતની પરિકલ્પના અને સર્વાગી વિકાસ આધારિત મુદ્દા આવરી લેશે એવી અપેક્ષા સેવાઈ રહી છે. મન કી બાત કાર્યક્રમના ખેડા જીલ્લા ઈન્ચાર્જ પ્રજ્ઞેશભાઈ પંડયા એ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતુ કે દેશભરમાં લગભગ ૨૬૨ રેડિયો સ્ટેશન અને ૩૭૫ જેટલા સામુદાયિક રેડિયો સટેશન ૫૨થી વડાપ્રધાન મોદીનો મન કી બાત કાર્યક્રમ પ્રસારીત થશે. ખેડા જીલ્લાના ૧૮૦૦ થી વધુ બુથ ૫૨ આ કાર્યક્રમની સામુહિક નિર્દશનની વ્યવસ્થા કરાઈ છે. જયાં જે-તે વિસ્તા૨ના ધારાસભ્યો, સંગઠનના પ્રમુખો, હોદ્દેદારો અને કાર્યક૨ો જોડાશે. આ પત્રકાર પરિષદમાં ખેડા જીલ્લા ભાજપ મહામંત્રી અમીતભાઈ ડાભી, રાજેશભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ