Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સીટી જીમખાના સામે આવે આવેલ બેન્કમાં આગ લાગતાં અફરાતફરી મચી

Share

નડિયાદના સીટી જીમખાના સામે આવેલ કર્મવીર ટાવરમા આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ છે. આજ કોમ્પલેક્ષમા ઉપરના માળે આવેલ હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતાં આસપાસના રહેણાંક મકાનોમાં પણ ભારે નાસભાગ મચી ગઇ હતી.

નડિયાદમાં સીટી જીમખાના મેદાન સામે આવેલ કર્મવીર ટાવરના કોમ્પલેક્ષમાં પહેલા માળે બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. આ બેંકમા શનિવારે સવારે આગ લાગી‌ હતી. બેંક બંધ હોવાથી બેંકના દરવાજા અને બારીમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોએ બેંકના સત્તાધીશો અને નડિયાદ ફાયર વિભાગને  જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ૩ વોટર બ્રાઉઝર લઈને પહોંચીને પાણીનો છંટકાવ કરી બે કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. મહત્વનુ છે કે  આ બેંકના ઉપરના માળે હોસ્પિટલ તેમજ રહેણાંક વિસ્તાર છે. આગ લાગતાની સાથે જ સમય સૂચકતા વાપરી હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીઓને સલામત જગ્યાએ ખસેડાયા હતા. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. આગના કારણે બેંકમાં રહેલા  ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. બેંકના અધિકારીઓને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. પરંતુ ઉપર અને આસપાસ રહેણાંક મકાન હોવાથી થોડા સમય માટે સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે બેંકમાં લાગેલી આગ એટલી વિકરાળ બની હતી કે, બેંકની અંદરનો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે બેંકમાં રહેલી રોકડ રકમને નુકસાન થયું છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરતના સરથાણા વિસ્તારમાં લાગી ભીષણ આગ.તક્ષશિલા એપારમેન્ટ પરથી લોકો કૂદયા.જુઓ લાઇવ દ્રશ્યો…

ProudOfGujarat

માંગરોળ : જવાહર નવોદય વિદ્યાલય દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવા વિદ્યાર્થીઓ અને વાલીઓને અનુરોધ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!