નડિયાદનાં મહુધામાં વીજમીટરના જોડાણ માટે એમ.જી.વી.સી.એલના કર્મચારીએ રૂપિયા 500 માંગતા એસીબી સફળ ટ્રેપ હેઠળ લાલચી અધિકારી ફરિયાદના આધારે ધરપકડ કરાઈ છે. એક જાગૃત નાગરિકે એસીબીને માહિતી આપેલ હોય કે રહેણાંક મકાનમાં વીજમીટર બળી ગયેલ હોય નવું વીજ મીટર નાખવા માટે અમોને એમજીવીસીએલના આસિસ્ટન્ટ રવિ રાજેશ દરજીને કીધેલ હોય તે સમયે નવા વીજ મીટરના રૂપિયા 1180 રોકડા આપવાના તેમજ આ લાલચી અધિકારીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવેલ કે રૂપિયા 500 આપવા પડશે જે ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવતા આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 500 ની લાંચ પેટે સ્વીકાર્યા હોય જે ગુનો કર્યા બાબતે આરોપીને એસીબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement