Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : કરોડોના ખર્ચે બનેલા સ્વિમિંગ પુલમાં છવાયેલા લીલના સામ્રાજયને દૂર કરવા કામગીરી હાથ ધરાઈ.

Share

નડિયાદ નગરપાલિકા દ્વારા આશરે બે વર્ષ અગાઉ શહેર નજીક આવેલા ફતેપુરા-દાવલીયાપુરા પાસે કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો. જોકે, પાલિકાતંત્રની બેદરકારીને પગલે આ સ્વિમિંગ પુલમાં લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. હાલ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનતાં વિપક્ષી કાઉન્સિલરે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરતાં તંત્ર એ આ સ્વિમિંગ પુલમાં યુધ્ધના ધોરણે સફાઈ કામગીરી આરંભી દીધી છે. નડિયાદના ફતેપુરા નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા વિશાળ સ્વિમિંગ પુલમાં છેલ્લાં ઘણાં સમયથી લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.
આ સ્વિમિંગ પુલનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી તેમજ પાલિકાતંત્ર વચ્ચે ભાગબટાઇ બાબતે ચાલતાં વિવાદને પગલે છેલ્લાં ઘણાં સમયથી સ્વિમિંગ પુલની આ સ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાએ જોર પકડયું છે. આથી આ સ્વિમિંગ પુલમાં લીલનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું હતું. બીજી બાજુ આ સ્વિમિંગ પુલમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટેના નિકાલની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠતાં કોગ્રેસ કાઉન્સિલરે આ અંગે તપાસ થાય અને તાત્કાલિક ધોરણે લીલ દુર કરવામાં આવે તે બાબતે લેખીત રજૂઆત કરી હતી. જે બાદ તંત્રને આ વાત ધ્યાને આવતાં તંત્રએ તાત્કાલિક ધોરણે અહીંયા સ્વિમિંગ પુલમાં મશીન મુકી લીલને દૂર કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે સંપૂર્ણપણે લીલને દૂર કરતાં હજી બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગશે તેમ જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરા : 24 લાખની ગાડીના માલીકનો કંપની સામે અનોખો વિરોધ, બે દિવસમાં ગાડી બગડી અને ફરિયાદો છતાં નિરાકરણ ન આવ્યું.

ProudOfGujarat

ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ : પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ગરબાનું આયોજન

ProudOfGujarat

ઝઘડીયા બ્રિટાનીયા કંપનીમાં ટ્રક ડ્રાઇવરનું અગમ્ય કારણોસર મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!