Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ઉત્તરસંડામાં  ૪.૧૬ લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડયો

Share

નડિયાદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર  કે.આર.વેકરીયા તથા પો.સ.ઇ ડી.બી.કુમાવત પોલીસ સ્ટાફ સાથે  પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી  મળેલ કે એક સફેદ કલરની બોલેરો પીકઅપ ડાલા ગાડી નંબર-એમ.પી.૧૧.જી-૫૨૨૨ માં ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ ભરી ચકલાસીથી ઉત્તરસંડા તાબે ઇચ્છાપુરા તરફ આવનાર છે. જે વિદેશી દારૂ ઉત્તરસંડા ના અરવિંદભાઇ ચંદુભાઇ પરમારએ વિદેશી દારૂ મંગાવેલ છે. જે બાતમી આધારે ખાનગી વાહનોમા ઇચ્છાપુરા રોડની સાઇડમા વોચમાં ઉભા હતા. તે દરમ્યાન પ્રથમ એક નંબર વગરની સ્વીફટ ગાડી આવેલ અને થોડી જ વારમા આ સ્વીફટ ગાડી પાછળ સફેદ કલરનુ મહીન્દ્રા પીકઅપ ડાલુ ગાડી આવી ઉભી રહેલ. અને  બાતમીવાળો અરવિંદભાઇ ચંદુભાઇ પરમાર રહે.ઉત્તરસંડા તાબે ઇચ્છાપુરા નાઓ સ્વીફટ ગાડીમાથી ઉતરી મહીન્દ્રા પીકઅપ ડાલા ગાડીને તાત્કાલીક કોર્ડન કરવા સ્ટાફના માણસો ગાડીઓ પાસે જતા પોલીસને જોઈ અરવિદભાઇ ચંદુભાઇ પરમારે પોલીસ છે ભાગો તેવી બુમ પાડી પોતે સ્વીફટ ગાડીમા બેસી ગાડી સાથે નાસી ગયેલ અને તેની પાછળ મહીન્દ્રા પીકઅપ ડાલાનો ડ્રાઇવર પણ તેની ગાડી લઇ ભાગી જતાં સ્ટાફના માણસોએ ગાડીઓનો પીછો કરતા ભવાનીપુરા તરફના વળાંક પાસે આવતા પીકઅપ ડાલાના ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બાજરીના ખેતરમા ઉતારી દીધેલ અને સ્વીફટ ગાડી નાસી ગયેલ. જેથી પોલીસની બંને ગાડીઓ વળાંક ઉપર ઉભી રાખી ગાડી પાસે દોડીને જતા ગાડીનો ચાલક તથા કંડક્ટર અંધારાનો લાભ લઇ ખેતરોમા નાસી
ગયેલ તથા ગાડીના પાછળના ભાગે જોતા રજીસ્ટ્રેશન નંબર-એમ.પી.૧૧.જી-૫૨૨૨ નો હતો.  ગાડીના ચાલકે વગર પાસ પરમીટે પોતાની ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બીયર ટીન નંગ-૨૭૭૨ જેની કુલ કિ.રૂા.૪ લાખ ૧૬ હજાર ૪૦૦ તથા મહીન્દ્રા પીકઅપ ડાલા ગાડીની કિ.રૂ.૩ લાખ  મળી કુલ રૂા.૭ લાખ ૧૬ હજાર ૪૦૦ નો  મુદ્દામાલ તથા વિદેશી દારૂ મંગાવનાર અરવિંદભાઇ ચંદુભાઇ પરમાર રહે.ઉત્તરસંડા તાબે ઇચ્છાપુરા તા.નડીયાદ પોતે નંબર વગરની સ્વીફ્ટ ગાડીમા નાસી ગયો હતો જેથી ઉપરોક્ત નાસી જનારા ઇસમો વિરૂધ્ધ ચકલાસી પોલીસ સ્ટેશને પ્રોહિધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડિયા સેવા રૂરલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર કોસંબા ને જોડતા હાઇવે ઉપર ટેન્કર નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી…..

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં 15 ભેંસના રહસ્યમય સંગોજો મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!