જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન હેઠળ માતર તાલુકાના સંઘાણા પ્રા.આ.કે. ના રઘવાણજ ગામમાં માતા અને બાળકની તંદુરસ્તી બાબતે જાગૃતી આવે તે માટે ગુરુશીબીરનું આયોજન હાથ ઘરવામાં આવેલ આ ગુરુશીબીરમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડો.વી.એ.ઘુ્વે સર સ્વયં હાજર રહી ઉ૫સ્થીત માતા, બહેનો અને જન સમુદાય ને પ્રેરક માર્ગદર્શન આપેલ. તે માટે યોગ્ય ઉંમરે જ લગ્ન કરવા, પૂરતો સમતોલ આહાર લેવો, કિશોરીઓને શિક્ષીત કરવી, કુટુંબનિયોજનની વિવિઘ બીન કાયમી (નીરોઘ,ઓરલ-પીલ્સ,છાયા,કો૫ર-ટી અંતરા વગેરે), કાયમી પદ્ધતીઓ(સ્ત્રી ઓ૫રેશન,પુરુષ ઓ૫રેશન ) અપનાવવી, દીકરો-દીકરી એક સમાન, સુવાવડ તો દવાખાનામાં જ કરાવવી. ૧૦૮ એમ્બુલન્સ તથા ખિલખીલાટ વાનનો ઉ૫યોગ, પ્રત્યેક માતા અને બાળક મૂલ્યવાન વગેરે ઉ૫યોગી સલાહ આપી હતી.
વઘુમાં આઇસીડીએસ વિભાગ તરફથી સર્ગભા માતા અને ઘાત્રી માતાને મળતી માતુ શકિત, કિશોરીઓને મળતી પૂર્ણા શકિત, તથા બાળકોને બાળ શકિત ભોગનું વિતરણ કરવામાં આવે છે. જેનો લાભ લઇ કુપોષણની સમસ્યા હલ કરી શકાય તેમ છે. આજની કિશોરી આવતીકાલની માતા છે. આ શિબિરમાં જીલ્લા ક્ષય અઘિકારી ડો.દીનેશ બારોટ, જીલ્લા મેલેરીયા અઘિકારી ડો. અલ્પેશ મકવાણા, તાલુકા હેલ્થ ઓફીસર ડો.રીતેશ બેન્કર તથા તાલુકા અને પ્રા.આ.કે. નો આરોગ્ય સ્ટાફ ઉ૫સ્થીત રહેલ. મેલેરીયા શાખા તરફથી મચ્છરના જીવન ચક્ર તેમજ મેલેરીયાથી બચવાના ઉપાયો વિશે જીવંત પ્રદર્શન યોજવામાં આવેલ. સમ્રગ કાર્યક્રમનું આયોજન પ્રા.આ.કે. સંઘાણાના મેડીકલ ઓફીસર, સુ૫રવાઈઝર તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં વર્ષ ૨૦૨૦ બાદ વાર્ષીક સીંગલ આંકડામાં પોઝીટીવ કેસ નોંઘાયેલ છે. જીલ્લા મેલેરીયા અઘિકારી એ મેલેરીયાથી બચવાના હાથવગા ઉપાયો જેવા કે મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો, વ૫રાશના પાણીના પાત્રો પણ ઢાંકીને રાખવા, તાવ આવે તો તરત જ નજીકના સરકારી દવાખાનામાં લોહીના નમૂનાની તપાસ કરાવવી. જો મેલેરીયા જાહેર થાય તો પૂર્ણ સારવાર લેવી.
નરેશ ગનવાણી : નડિયાદ