Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ડુમરાલમાં આવેલ સોસાયટીના મકાનમાં રાત્રીના સમયે તસ્કરોનો હાથફેરો

Share

નડિયાદ ડુમરાલ આવેલ કૈવલનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકાન્તભાઈ પટેલ ગઈકાલે સવારે ઉઠીને મકાનનો પાછળનો દરવાજો ખોલવા જતા તે બહારથી કપડાની ગાંઠથી બંધ કરેલ હતો. જેથી ખોલી પાછળના ભાગે જોતા મકાનની દિવાલ પર તારની જાળી કાપી બાકોરુ પાડી લોખંડની જાળી કાઢી નાંખેલી હતી. જેથી તે રૂમમાં તપાસ કરતાં તિજોરી અને લાકડાના કબાટોમાં મુકેલ માતાજીના શણગારની ચીજવસ્તુઓ ઘરના સભ્યોના દાગીના, ચાંદીનો દોઢ કિલોનો તા૨, ૨૫૦ ગ્રામના ચાંદીના વાસણો, ૬૦૦ ગ્રામના ચાંદીના છડા, પાઉન્ડના ૫૦ નંગ સિક્કા મળી કુલ રૂ.૧.૮૨ લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. તેમણે સીસીટીવીમા જોતા ત્રણ ઈસમો મોઢા પર બાંધેલી હાલતમાં ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતા દેખાયા હતા. આ મામલે તેમણે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વલસાડમાં જય જગન્નાથના ગંગનભેદી નાદ ,અમી છાટણા સાથે હરખની હેલી

ProudOfGujarat

શ્રી શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પાંચ વિદ્યાર્થીઓને મળ્યો ગોલ્ડમેડલ.

ProudOfGujarat

ભરૂચના નવ નિર્મિત એસ.ટી બસ પોર્ટ સીટી સેન્ટરને લાગ્યું ગ્રહણ, વાવાઝોડાને લઈ શુભારંભ મોકૂફ રખાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!