Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના પીપલગમાં કાછીયા પટેલ પ્રિમીયર લિગનો પ્રારંભ કરાયો

Share

આજે નડિયાદના પીપલગ ગામે કાછીયા પટેલ પ્રિમીયર લિગ (KPPL)નો પ્રારંભ થયો છે. જેમાં 6 દિવસ સુધી ચાલનાર આ ક્રિકેટ મેચમાં 10 ટીમના લગભગ 150 ખેલાડીઓએ ભાગ લીધો છે.

પીપલગ APMC માર્કેટ પાછળના મેદાનમાં યોજાઈ રહેલી આ કાછીયા પટેલ પ્રિમીયર લિગ (KPPL)નો દબોદભેર પ્રારંભ થયો છે. સતત 6 દિવસ સુધી ચાલનાર આ ક્રિકેટની મેચમા 10 ટીમના 150 ખેલાડીઓએ ભાગ લીધો છે. 12 ઓવરની મેચ રમી કુલ 29 મેચ રમશે. સમાજના અગ્રણી અને મેચના સ્પોન્સર એવા યોગેશભાઈ ધાણાવાળાએ આ મેચને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે અગ્રણી જયંતીભાઈ કા.પટેલ, ટીમના ઓનર સંજયભાઈ કા.પટેલ, યોગેશભાઈ, રાકેશભાઈ કા.પટેલ, કિર્તીભાઈ કા.પટેલ, શાંતિભાઈ કા.પટેલ, રૂપેશભાઈ કા.પટેલ, વિનોદભાઈ કા.પટેલ, સનતભાઈ કા.પટેલ, ચંદ્રેશભાઇ કા.પટેલ, જય કા.પટેલ તેમજ આ KPPLના આયોજક સુનિલભાઈ કા.પટેલ, દિવ્યાંગભાઈ કા.પટેલ અને ભાવિનભાઈ કા.પટેલ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા નંદનવન પાર્ક ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના મતદારો માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રથમવાર મતદાન મથક ઊભું કરાયું.

ProudOfGujarat

ડે બીફોર નવરાત્રિ ઉજવાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!