Proud of Gujarat
FeaturedGujaratINDIA

યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ડાકોર ખાતે નાયબ મુખ્ય દંડક એ સફાઈ કરી

Share

નાયબ મુખ્ય દંદક રમણભાઇ સોલંકી એ ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલ રણછોડરાય મંદિરની મુલાકાત લઈને મંદિર પરિસર અને ચોગાન સહિતના સ્થળોએ જાતે જ સફાઈ કાર્ય હાથ ધર્યું હતું. નાયબ મુખ્ય દંડક સાથે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ અને ખેડા જિલ્લાના તમામ ધારાસભ્ય અને ભાજપના આગેવાનો તથા કલેક્ટર કે.એલ.બચાણી પોલીસ અધિક્ષક  રાજેશ ગઢીયા પણ  મંદિર પરિસર અને ચોગાનના સફાઈ કાર્યમાં જોડાયા હતા.

મંદિર પરિસરની સ્વચ્છતા બાદ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ડાકોર મંદિર પાસે આવેલા ગોમતી ઘાટની મુલાકાત લીધી અને ત્યાર બાદ ગોમતી ઘાટના આસ પાસ ફેલાયેલ કચરાને સાફ કરીને ડાકોર અને જિલ્લાના નગરવાસીઓને સ્વચ્છતા જાળવવાની શપથ લેવડાવી હતી. નાયબ મુખ્ય દંડકએ જણાવ્યું કે, પવિત્ર તીર્થ સ્થળ ડાકોરમાં આવીને તેઓ ધન્યતા અનુભવે છે. સાથોસાથ તેઓએ ડાકોર ખાતે દર્શન કરવા માટે આવેલ દરેક ભાવિ ભકતોને મંદિર પરિસર અથવા ગોમતી ઘાટની આસ પાસ ગંદગી ન કરે તેવી નમ્ર વિનંતી કરી હતી.      

Advertisement

નાયબ મુખ્ય દંડકએ  આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ દ્વારા દેશને સ્વચ્છ બનાવવા માટેનો નિર્ધાર કર્યો છે ત્યારે આપણા યાત્રાધામો પણ સ્વચ્છ રહે તે જરૂરી છે. આપણે જ્યાં પૂજા અર્ચના કરતા હોઈએ તેવા આપણા  આસ્થા સ્થાનોને સાફ અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. યાત્રાધામોના સફાઈ કાર્યની જવાબદારી માત્ર સફાઈ કામદારો પર ન છોડીને આપણે સ્વયં પણ હંમેશા યાત્રાધામોને સ્વચ્છ અને સાફ સુથરા રાખવાનો આજના પવિત્ર દિવસે સંકલ્પ કરવો જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. નાયબ મુખ્ય દંડક એ ત્યારબાદ ડાકોર નગરપાલિકાની મુલાકાત લીધી અને ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ  રતનસિંહ રાઠોડ, માતરના ધારાસભ્ય  કલ્પેશભાઈ પરમાર, નડિયાદના ધારાસભ્ય  પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, કલેક્ટર કે.એલ.બચાણી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ, પ્રાંત અધિકારીઓ અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડીયાનાં મુલદ ગામ નજીક હોટલ પર ચા નાસ્તો કરવા આવેલ ઇસમો અને વોચમેન વચ્ચે ઝઘડો : બંને પક્ષે વાત વણસતા સામસામે પોલીસ ફરિયાદ…

ProudOfGujarat

દિલ્હીમાં 66 મી નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ભરૂચ અને વડોદરાના 3 શૂટર્સનો ડંકો, ટીમ ઇવેન્ટમાં 2 ગોલ્ડ અને 3 સિલ્વર જીત્યા

ProudOfGujarat

ભરૂચના કતોપોર બજાર યુનાઈટેડ મર્ચન્ટ એસોસીએશનના વેપારીઓ અને નગરપાલિકા વિપક્ષ દ્વારા પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજુવાત… જાણો શુ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!