વસો પોલીસને ટુંડેલ ગામની સીમમાં રેલ્વે ઓવર બ્રિજ નીચે અગાઉ નડિયાદ તરફ જતા રેલ્વે પાટાની બાજુમાં ખેતરની વાડમાં કોઇ પુરૂષની માથા વગરની લાશ પડેલ છે તેવી જાણ થયેલ. જે માહિતી આધારે જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નડિયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક તથા જીલ્લાની એલ.સી.બી., એસ.ઓ.જી., વસો પોલીસ સ્ટેશનની ટીમો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગયેલ અને તમામ દ્રારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા અન્ય ઇસમોની પુછપરછ કરી તરત જ લાશ આઇડેન્ટીફાય કરી મરનારની ઓળખ કરવામાં આવેલ જેમાં મરનાર પરેશભાઇ વિનુભાઇ ગોહેલ રહે. સંધાણાનો હોવાનું જાણવા મળેલ. જે અનુસધાંને મરણ જનારના પિતા વિનુભાઇ સોમાભાઇ ગોહેલ રહે.સંધાણાની ફરીયાદ આધારે વસો પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ. જે આરોપી દ્વારા મરનારની હત્યા કરી તિક્ષ્ણ હથિયાર દ્વારા તેનું માથું શરીરથી અલગ કરી જગ્યાએ છુપાવી દિધેલ. આરોપીઓની આ ક્રુરતાના કારણે બનાવ ચકચારી બની ગયેલ. જેથી રાજેશ ગઢીયા પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદનાએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તેઓના સીધા માર્ગદર્શન હેઠળ વી.આર.બાજપાઇ, નાયબ પોલીસ અધિક્ષક, નડિયાદના સુપરવિઝન હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી., વસો પોલીસ સ્ટેશન, નડિયાદ ડીવીઝન કચેરી, સાયબર સેલ, જીલ્લાની કોમ્પ્યુટર શાખા વિગેરેની અલગ અલગ ટીમો બનાવડાવેલ. જે તમામ ટીમોએ સઘન ઉંડાણપુર્વક તપાસ હાથ ધરેલ અને જુદી જુદી ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ઇન્ટેલીજન્સ આધારે તેમજ સઘન પુછપરછ હાથ ધરવામાં આવેલ. જેમાં શકમંદ ઇસમ તરીકે શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઇ ઘેલાભાઇ ઠાકોર રહે. નડિયાદ, શિવાંગી સોસાયટી પાછળ મુળ રહે.ઉત્તરસંડાની ઓળખ થતા તેને બોલાવી તેની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ તેમજ ક્રોસ ઇન્ટ્રોગેશન કરતા આરોપી પડી ભાગેલ અને મરણ જનારને પોતાના મિત્રની પત્નિ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હોવાથી મિત્રની મિત્રતાના કારણે મરણ જનારની હત્યા પોતે કરેલ હોવાની કબુલાત કરેલ જેથી પુરાવા આધારે તેને ગુનાના કામે તા.૨૨ એપ્રિલ ૨૦૨૩ના અટકાયત કરવામાં આવેલ. પુછપરછ દરમ્યાન આરોપીએ મરણ જનાર પરેશનું માથુ કાપીને પોતાની સાથે લઇ જે જગ્યાએ સંતાડેલ તે જગ્યા બતાવવાની તૈયારી દર્શાવતા, આરોપીને સાથે રાખી તેના બતાવેલી જગ્યાએ જે તેના ઘરની નજીકમાં પંચોની હાજરીમાં ખોદકામ કરતા મરણ જનાર પરેશનું માથું તેમજ મરનારના શરીરે પહેરલ ટી શર્ટ મળી આવેલ. પોલીસે આરોપીની સઘન પુછપરછ ચાલુ રાખેલ છે અને આવા ક્રુર હત્યાના ગુનામાં આરોપી સાથે કોની કોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરેલ છે અને આરોપીના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ, ખેડા જીલ્લા પોલીસ દ્વારા માત્ર ૧૨ કલાકના ગણતરીના સમયમાં જ આ ચકચારી અને ક્રુર હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે. આ ગુનાની તપાસમાં સરકારના નેત્રમ (વિશ્વાસ) પ્રોજેક્ટ હેઠળ નડિયાદ શહેરના એન્ટ્રી એકઝીટ પોઇન્ટ ઉપર લગાવવામાં આવેલ કેમેરાના સી.સી.ટી.વી ફુટેજ આધારે ગુનાને જોડતી કડી મેળવવામાં આવેલ જે ગુનો શોધી કાઢવામાં જરૂરી મદદરૂપ પણ થયેલ.
નરેશ ગનવાણી : નડિયાદ