નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાવલીયા પંપીગ સ્ટેશન નજીકની સોસાયટીમાં કરાયેલ ગેરકાયદે દબાણોને પાલિકા તંત્રએ તોડી પાડીને રસ્તો ખુલ્લો કર્યો હતો. આ સોસાયટીમાં રહેતા કેટલાક રહિશો દ્વારા પોતાના મકાનની બહાર ઓટલા સહિતના દબાણો કર્યા હતા. જેના કારણે સોસાયટીમાં અવરજવરનો માર્ગ સાંકડો બન્યો હતો. આ મામલે સ્થાનિકોની રજૂઆતના પગલે પાલિકા દ્વારા દબાણકારોને દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી છતાંયે દબાણો દૂર કરાયા ન હતા. આથી પાલિકાની દબાણ વિભાગ ટીમે જેસીબી સહિતની મશીનરી અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કર્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. ઓટલા, વરંડાની દીવાલો સહિતના ગેરકાયદે દબાણો હટાવતા રસ્તો ખુલ્લો કરાયો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement