Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને મહિલા નગર સેવક સહિત ૩૦૦ ઉપરાંત કાર્યકરો ભાજપમાં જોડાયા

Share

અગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ખેડા જીલ્લા ભાજપ સંગઠન દ્વારા પક્ષને વધુ શકિતશાળી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના પગલે આજે નડીયાદ નગ૨પાલિકાની પૂર્વ ઉપપ્રમુખ અને પીઢ કાર્યકર તથા તેમના ધર્મ પત્ની વોર્ડ નંબર- ૧૩ ના અપક્ષ કાઉન્સિલર રંજનબેન રાવ સહિત તેના ૩૦૦ ઉપરાંત સમર્થકોએ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ભગવો ખેસ ધારણ કરી લીધો છે.

ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય(કમલમ)નડિયાદ મુકામે આ અગ્રણીઓને પક્ષમાં આવકારવામાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય સંચાર રાજય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે પારિવારિક ભાવનાને કારણે ભારતીય જનતા પક્ષ આજે વિશ્વની સૈથી મોટી રાજકીય પાર્ટીનું સ્થાન ધરાવે છે. વિજયભાઈ રાવ છેલ્લા ૨૦ વર્ષથી નડિયાદના જાહેર જીવનમાં સેવારત છે. પાલિકાના નગર સેવક પણ રહી ચુકયા છે અને હાલ તેમના ધર્મ પત્ની રંજનબેન રાવ પણ અપક્ષ તરીકે સેવા આપી રહયા છે. ભાજપના વિચારો સાથે તેઓ જાહેર જીવનમાં સેવા આપેછે ત્યારે પક્ષે આજે તેમણે વિધીવત રીતે આવકારર્યા છે. ભાજપમાં તેમણા જોડાવવાથી સંગઠનને નવુ બળ મળશે.

ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બહમભટ્ટે જણાવ્યુ હતુ કે આગામી લોકસભાની દરેક બેઠક પ લાખ કરતા વધુ મતોની સરસાઈથી જીતવાની પ્રદેશ ભાજપ પ્રમુખની હાકલને અનુલક્ષી આજે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમા પક્ષની વિચારધારા ધરાવતા પણ પક્ષની બહાર હોય તેવા કાર્યકરોને ભાજપમાં જોડવાના ઉદેશના ભાગ રૂપે નડીયાદના જાહેર જીવનમાં સેવા આપતા સીનીયર આગેવાન વિજયભાઈ રાવ અને તેમના ધર્મ પત્ની રંજનબેન રાવ ૩૦૦ જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. સંગઠન તેમણે ઉમળકા ભેર આવકારી ભાજપનો ભગવો ખેસ ધારણ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માત૨ના ધારાસભ્ય કલ્પેશભાઈ પ૨મા૨, અમુલના ચેરમેન વિપુલભાઈ પટેલ, શહેર જીલ્લા સંગઠનના હોદેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ટંકારીઆ સજ્જડ બંધ.

ProudOfGujarat

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : ધોરણ 10 ના માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ નક્કી.

ProudOfGujarat

ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!