Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ મંદિર ખાતે જરૂરિયાતમંદ વ્યક્તિઓને સાધન સહાય કાર્યક્રમ યોજાયો.

Share

નડિયાદ શ્રી સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજના ૮૦ મા જન્મદિન નિમિત્તે, અપંગ સાધન સહાય કાર્યક્રમ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજના આશીર્વાદ આસીવચનથી શરૂ થયો. શ્રી સંતરામ મંદિરમાં ચાલતા શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ તથા ખેડા જિલ્લાના અન્ય ચાર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદને  ૪૫ બાઈસીકલ, ૪૫ ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી. આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન જરૂરિયાત મંદ વ્યક્તિઓને ૨૫૧ વોકર, ૧૦૦ વીલ ચેર, સાધુ સંતોને લાકડી, સાત કાનના મશીન, ચાર બગલ ઘોડી અર્પણ કરાઇ હતી. જન સેવા એ જ પ્રભુ સેવામાં માનનારૂ શ્રી સંતરામ મંદિરમાં અવિરત નાતજાતના ભેદભાવ વગર સેવા કાર્યો થતા જ રહે છે. આ કાર્યક્રમમાં નડિયાદ સંતરામ મંદિરના સંતો પૂજ્ય કૃષ્ણદાસજી, પૂજ્ય ઘનશ્યામ મહારાજ, કમલ કિશોર મહારાજ તથા અન્ય ટ્રસ્ટોમાંથી અનિતાબેન ઇપકોવાળા ટ્રસ્ટના પ્રતિનિધિ તથા ડોક્ટર નમ્રતાબેન હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સેવક મુખી એ કર્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે નાંદોદ તાલુકાનાં HIV પીડિતોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ખીલ્યા.

ProudOfGujarat

સાબરકાંઠા : હિંમતનગર-ઇડર બાયપાસ રોડનું 69 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, 40 દબાણકારોને નોટીસ ફટકારાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!