Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉત્તરસંડામાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ રાખી ધંધો કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા

Share

ચકલાસી પોલીસ સ્ટેશનના સી.પો.સ.ઇ. જે.એસ.ચંપાવત  તથા સ્ફાટના માણસો સાથે ચકલાસી પોલીસ સ્ટેશન હાજર હતા દરમ્યાન પો.કો. કુલદીપસિંહ ખુમાનસિંહને બાતમી મળેલ કે ઉત્તરસંડા ગામમાં જનતા નગરીમાં રહેતા રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ ચંદુભાઇ વસાવા એ તેની ઉત્તરસંડા જનતાનગરી ચોતરા આગળ આવેલ સાવન કિરાણા નામની દુકાનમાં તથા તેણે ભાડે લીધેલ મકાનમાં બીનઅધિકૃત રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો લાવી દુકાનમાં તથા મકાનમાં સંતાડી રાખી દારૂનુ વેચાણ કરે છે ” જે બાતમી હકિકત આધારે રેઇડ કરતા સ્થળ ઉપરથી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ ચંદુભાઇ વસાવા તથા બીજો ઇસમ મળી આવેલ તેઓની હાજરીમાં ભાડે રાખેલ મકાનમાં તથા દુકાનમાં તપાસ કરતા ભારતીય બનાવટની  વિદેશી દારૂની વિદેશી દારૂનો જથ્થો ૭૫૦ મી.લી.ની  બોટલ નંગ ૯૬  તથા ૧૮૦ મીલીની  બોટલો નંગ ૧૪૩૭ મળી કુલ રૂ. ૨ લાખ ૧ હજૂ ૩૦૦ નો  મુદ્દામાલ તથા અંગજડતિમાંથી મોબાઇલ ફોન નંગ ૨ કુલ રૂ. ૨ લાખ ૧૧ હજાર ૩૦૦ મળી આવતા ઇસમો વિરૂધ્ધ પ્રોહી ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : મહારાષ્ટ્રના પુરગ્રસ્ત લોકોને મદદ માટે વાજા ફેમિલિ વ્હારે આવી.

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના કોબલા ગામના યુવકનું બ્રેઈન ડેડ થતાં પરિવારે અંગદાન કર્યું.

ProudOfGujarat

સુધા મૂર્તિ બનાવશે બાળકનો અભ્યાસક્રમ, NCERT એ સોંપી મોટી જવાબદારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!