Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના રસ્તા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

Share

નડિયાદના ઘણા બધા વિસ્તારોમાં રસ્તા તૂટેલા જોવા મળે છે જેના અનુસંધાનમાં આજરોજ નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં નડિયાદ શહેરના ૭૦ ટકાથી ઉપરના રોડ બનાવીને તૂટી ગયેલા છે. છેલ્લે છેલ્લે બનાવેલા રોડ પણ ઘણી જગ્યાએથી ડામર ઉખડે છે, ઘણા વોર્ડમાં રસ્તાની હાલત બહુ જ ખરાબ છે. મુખ્ય માર્ગોમાં નાના કુંભનાથ રોડ, બજાર ઘોડિયા, બજાર શ્રેયસ, સિનેમાથી એનઇએસ સ્કૂલ બાજુ જવાનો રસ્તો સોસાયટીના ગામમાં અંદર અંતરિયાળ રસ્તાઓ અમદાવાદી બજારનો રસ્તો સ્મશાન પાસે આવેલ રસ્તો એમ નડિયાદના ઘણા બધા વિસ્તારોમાં રસ્તા તૂટેલા જોવા મળે છે જેના અનુસંધાનમાં આજરોજ નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વધુમાં કાંકરાણથી લઈ ઉતરસંડા રોડ પરની લાઈટો ૭૦ ટકા બંધ થઈ ગયેલી છે તેના માટેની રજૂઆત મૌખિક કરેલી છે દાંડી માર્ગના અધિકારીને પણ લાઇટો માટેની રજૂઆત કરેલી છે બારકોશિયા રોડ ઉપર પણ રોડ તૂટી ગયેલા છે. પાંચ હાટડીના વિસ્તારના રોડ ગાજીપુરવાડનો રોડ ખારા કુવાવાળો રોડ રાવપુરા તરફ જવાવાળો રોડ તેની રજૂઆત કરવામાં આવી. નડિયાદના ઘણા બધા બાગની દિવાલો તૂટી ગઈ છે, નડિયાદની અંદર ઘણી સ્ટ્રીટ લાઈટો બંધ છે, ચારે બાજુ કચરાના ઢગલા જોવા મળે છે, વૈશાલી ગરનાળુનું કામ ક્યારે ચાલુ થાય તેની રજૂઆત કરી છે તો આ બધી બાબતે તેમનો જવાબ એક જ હતો ઉપરથી કહેવામાં આવશે ત્યારે અમો કામ કરીશું. વધુમાં ડમ્પિંગ સાઇડની પણ રજૂઆત કરી છે શહેરના જાહેર શૌચાલયો જે ચોખ્ખા નથી રહેતા તેના અનુસંધાનમાં રજૂઆત કરવામાં આવી. નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના લોકોને પડતી તકલીફોની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ : ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ : 2 ના મોત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કેરોસીન વેચાણના ભાવો નિયત કરાયા

ProudOfGujarat

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટુકડીએ અંકલેશ્વર રૂરલ તેમજ વડોદરા નજીક વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરી સંદર્ભનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!