Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં કારે ઈલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતાં મહિલાનું મોત નિપજ્યું.

Share

નડિયાદમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતી રોશનીબેન ઉ.વ.૩૪ ગઇ કાલે સાંજે સાડા‌ સાત વાગ્યાની આસપાસ પોતાનું ઈલેક્ટ્રીક સ્કુટર પર ઉત્તરસંડા તરફથી પોતાના ઘરે આવતી હતી તે દરમિયાન કોલેજ રોડ પર પાર્ટી પ્લોટ પાસે સામેથી આવતી કારના ચાલકે સ્કુટરને ટક્કર મારી હતી. જેથી રોશનીબેન રોડ પર પટકાયા હતાં. રોશનીબેનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને ૧૦૮ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. આ બનાવ મામલે મરણજનારના સસરા રાજેશભાઈ પરીખે નડિયાદ ટાઉન પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો આવ્યો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચનાં યાકુબ પટેલ યુ.કે ના નોર્થ ઓફ લંડન પ્રેસ્ટોન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા

ProudOfGujarat

વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!