નડિયાદ પાલિક દ્વારા શહેરમાં અલગ અલગ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડાત્મક પગલા લઈ રહી છે. આજે ગંજ બજારની દુકાનમાંથી ૧૩૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પાલિકાની ટીમે જપ્ત કર્યો છે.
મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અભિયાન જાહેર કરવામાં આવેલ છે. તેમજ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ ની કામગી૨ી મુજબ ગુરૂવારે નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગના ઈ.ચા.ચીફ સેનેટરી ઈન્સ્પેકટર મયંકભાઈ દેસાઈ તથા સેનેટરી વિભાગના સ્ટાફે ગંજબજારમાં આવેલી દુકાન નંબર ૫૬ મા ચેકીંગ દરમ્યાન દરમિયાન અહીયા સર્ચ કરતાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જે અંદાજીત ૧૩૦૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા ૧ લાખ ૩૦ હજાર થાય છે. પાલિકાની ટીમે દુકાનના માલિક શ્યામભાઈ અલવાણી સામે શિક્ષાત્મક પગલાં લીધા છે. જેમાં પાલિકાએ આ દુકાનદારને રૂપિયા ૧૦ હજારનો દંડ વસૂલ કર્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ