Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : સિનિયર સિટીઝનને છેતરપિંડીથી બચવા માર્ગદર્શન અપાયું

Share

સિનિયર સિટીઝનોમા ખાસ જાગૃતતા કેળવાય તે હેતુસર સાયબર અવેરનેશનો ખાસ ઝુંબેશ પોલીસ દ્વારા  આયોજન  કરાયું છે. જિલ્લાની શી ટીમ દ્વારા દૈનિક ૧૦ સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લઈ સાયબર ફ્રોડના શિકાર ન બને તે માટે જાગૃત કરશે અને જો કદાચ ભોગ બન્યા હોય તો શુ શુ કરવુ તે વિશે માહિતી આપવામાં આપવામાં આવશે.

નડિયાદ ખાતે પોલીસ કોમ્યુનિટી હોલમાં શી ટીમના પોલીસ જવાનો સાથે જિલ્લા પોલીસ વડાએ ખાસ મીટીંગ યોજી
હતી. અને સિનિયર સિટીઝનને સાઇબર ક્રાઇમ અવેરનેશ બાબતે પોલીસ અધિક્ષકે જરૂરી સૂચનો આપ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિતના પોલીસ અધિકારીઓ સ્ટાફ હાજર રહ્યો હતો. ટેકનોલોજી સાથે તાલમેલના અભાવે ગઠિયાઓના જાંસામાં આવી જતાં સિનિયર સિટીઝનો હવે આ ઝુંબેશના કારણે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા એક અભિયાન ચલાવાયું છે સિનિયર સિટીઝન
પોતાને સુરક્ષિત મહેસૂસ કરે એમાં ખાસ કરીને સમગ્ર રાજ્યમાં શી ટીમ બનાવાય છે, તે સિનિયર સિટીઝન સલામતી, કાળજી લેતા હોય છે. એ માટે વિઝીટ કરી માર્ગદર્શન આપતા હોય છે. પરંતુ આજની તાલીમમાં ખાસ કરીને શી ટીમના બહેનો અને ભાઈઓ જે છે તે સિનિયર સિટીઝનમાં સાયબર ક્રાઇમ અંગ જાગૃતિ લાવવા માટે ભોગ ન બને તે માટે તમામ સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લેશે. ખેડા જિલ્લામાં
રજીસ્ટર થયેલા ૧ હજાર થી વધુ સિનિયર સિટીઝન છે તો અન્ય બાકી છે તેઓને એપ દ્વારા પોલીસ એમને જાતે જઈ રજીસ્ટ્રેશન કરાવશે. ખાસ કરીને પોલીસ સ્ટેશન દીઠ નોંધાયેલા
સિનિયર સિટીઝનના વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં પોલીસ અધિકારીઓ પણ હશે. ખાસ કરીને એકલા રહેતા વડીલ વૃદ્ધો માટે પણ ખાસ આયોજન કરાયું છે.

નરેશ ગનવાણી : નડીયાદ

Advertisement

Share

Related posts

અમદાવાદ : ઉત્તરવહી ગુમ થવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીના પટાવાળાની ધરપકડ, મુખ્ય બે આરોપી હાલ પણ ફરાર

ProudOfGujarat

વડોદરાનાં મિયાગામ કરજણ ખાતે આવેલ શ્રીમતી માલીની કિશોર સંઘવી હોસ્પિટલના ડો. હેમા પરીખને હોમીયો ભુષણ એવોર્ડથી સન્માનિત કરાયા

ProudOfGujarat

ગોધરામાં ગ્રાહક નિવારણ કોર્ટે HDFC બેંકને રૂ. 10,000 ચુકવવા કર્યો હુકમ જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!