Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લા ન્યાયાલય ખાતે “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

Share

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા હાલમાં લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સિસ્ટમનાં બીજા તબક્કામાં ખેડા મુ.નડિયાદ, સહિત કુલ-૧૧ જિલ્લાઓમાં નવિન “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” તથા અમદાવાદ ખાતે ૨ નવિન કાનૂની સેવા સમિતિઓની રચના કરવામાં આવેલ છે, જેનો આજરોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદનાં કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ  એ જે. દેસાઈ સાહેબનાં વરદ હસ્તે ઓનલાઈન ઉદઘાટન કરીને શુભારંભ કરવામાં આવ્યો.

આ નવિન “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” નો પરિચય તથા કામગીરી વિશે માહિતી આપતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ  જે આર. પંડીત દ્વારા અખબારી યાદીમાં જણાવેલ કે આ “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” ખાતેથી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આવેલ કોર્ટોમાં ચાલતા ફોજદારી કેસોનો સામનો કરતાં અને કાનૂની સહાયની જરૂરીયાત વાળા વ્યક્તિઓ કે જેઓ સામાન્ય વર્ગમાં વાર્ષિક એક લાખથી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ સહિત મહિલાઓ, બાળકો, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, દિવ્યાંગજનો, જેલમાં રહેલાં કેદીઓ તથા કુદરતી આપતિનો ભોગ બનેલ વ્યક્તિઓ તમામને પોતાનાં કેસમાં સ્વબચાવ માટે મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય અને વકીલ ફાળવી  આપવામાં આવશે.

Advertisement

જેના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલની અધ્યક્ષતામાં જિલ્લા ન્યાયાલય, નડિયાદ  ખાતેની નવિન “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ”નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ન્યાયાલય, નડિયાદ  ખાતેના તમામ અધિક જિલ્લા ન્યાયાધીશઓ, ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ, સિનિયર સિવિલ જજ સહિત તમામ ન્યાયાધીશ ઓ, જિલ્લા સરકારી વકીલ  ઉમેશ ઢગટ, તમામ સરકારી વકીલશ્રીઓ, નડિયાદ બાર એસોસિએશનનાં પ્રમુખ  અનિલ ગૌતમ, નવિન નિમણૂક પામેલ ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ, ડેપ્યુટી લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ, આસિસ્ટન્ટ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સહિત વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નરેશ ગનવાની: નડીયાદ


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે અંદાડા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી …

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

સુરત : પ્રાથમિક શિક્ષણ સંધની ચૂંટણીને અનુલક્ષીને કામરેજ ખાતે વિજય સમર્થન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!