નડિયાદના યોગીનગરનો યુવાન લોન માટે નાણાં લેવા જતાં ગઠીયાનો શિકાર બન્યા છે. યુવક ૫ લાખની લોન લેવા જતાં રૂપિયા ૫૪ હજાર ૯૭૦ ગુમાવ્યા છે.બે મોબાઇલ ધારકે અલગ અલગ રીતે નાણાં પડાવી લેતા યુવકે નડિયાદ રૂરલમાં ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ તાલુકાના યોગીનગરમા રહેતા ૩૦ વર્ષિય હાર્દિકભાઈ પંકજભાઈ ગજ્જરને પર્સનલ લોન જોઈતી હતી તેની શોધમાં તેણે ૧૬ ફેબ્રુઆરીના રોજ મોબાઈલ ફોન પર ગુગલ ઉપર સર્ચ કરી યશ ફાઇનન્સની એડમાં પોતાની વિગતોનું ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી મહિલાનો લોનની ઈન્કવાઈરી માટે ફોન આવ્યો હતો. હાર્દિકભાઈએ રૂપિયા ૫ લાખની લોનની રીક્વાઈરમેન્ટ કરી હતી. બીજા દિવસે અન્ય નંબર પરથી અન્ય વ્યક્તિએ હાર્દિકભાઈને ફોન કરી ગઠિયાએ કહ્યું ક્લોઝીગ મેઈલ કરો અને ૧૫ દિવસમાં તમને નાણાં મળી જશે પર્સનલ લોન નહીં પણ બીઝનેસ લોન મળશે અને બિઝનેસ પ્રપોઝલ,
ફિક્સ ડિપોઝિટ પેટે, ઈન્સયોરન્સ પેટે મળી અલગ અલગ રીતે કુલ રૂપિયા ૫૪ હજાર ૯૭૦ હાર્દિકભાઈએ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જોકે આ બાદ પણ ૫ લાખની લોનની મંજૂર ન થતાં હાર્દિકભાઈને પોતાની સાથે છેતરપિંડીનો થયા નો અહેસાસ થતાં ભરેલ રકમને પાછી મેળવવા જણાવતાં ગઠીયાએ કહ્યું ક્લોઝીગ મેઈલ કરો અને ૧૫ દિવસ પછી તમને નાણાં મળી જશે. પરંતુ લાંબા સમય બાદ પણ આ ઉપરોક્ત રકમ પાછી ન આવતા આ મામલે આજે હાર્દિકભાઈ ગજ્જરે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને અજાણ્યા બે મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ